RRનો મેન્ટૉર શેન વૉર્ન પરત ફર્યો ઑસ્ટ્રેલિયા, ટ્વીટ કરીને આપ્યો ફેરવેલ મેસેજ

દુનિયાના દિગ્ગજ સ્પિનરોમાં શામેલ ઑસ્ટ્રેલિયાના શેન વૉર્ન IPL છોડીને વતન પરત ફરી ગયો છે. રાજસ્થાન રૉયલ્સને KKRના સામે મળેલી 6 વિકેટની હાર બાદ ટીમના મેન્ટર શેન વોર્ને પણ ટીમનો સાથ છોડી તેના વતન પરત ફરી ગયો છે. આ વાતની જાણકારી ખુદ શેન વોર્ને ટ્વીટ કરીને આપી. વોર્નનો મુંબઈ ઈન્ડિયન્સ સામે મળેલી જીત બાદ જ ઓસ્ટ્રેલિયા પરત જવા માંગતો હતો, પરંતુ રાજસ્થાન રોયલ્સના ટીમ માલિકોએ તેની ટિકિટ રદ્દ કરાવી દીધી.

રાજસ્થાન રોયલ્સને પોતાની કેપ્ટનશિપમાં IPLના પહેલા ચેમ્પિયન બનાવનારા શેન વોર્ને પોતાના ટ્વીટમાં લખ્યું કે, ”રાજસ્થાનની ટીમનો આભાર કે તેમણે પોતાના પરિવાર સાથે જોડાવવાની તક આપી. મેં આ સીઝનમાં ટીમ સાથે દરેક ક્ષણને એન્જોય કરી છે. આ દરમિયાન મેં ઘણા નવા મિત્રો બનાવ્યા….”

 

રાજસ્થાન રોયલ્સના માલિકોએ જ્યારે વોર્નની ટિકિટ રદ્દ કરાવી ત્યારે જ નક્કી હતું કે કોલકાતા સામેની મેચ બાદ શેન વોર્ન ઓસ્ટ્રેલિયા પરત થઈ જશે. કેમ કે દિગ્ગજ સ્પિન બોલરે ત્યારે જ ટ્વિટ પર લખ્યું હતું કે, ”મંગળવારે ઈડન ગાર્ડનમાં રાજસ્થાન અને કોલકાતા વચ્ચે રમાનારી IPLની મેચ આ સીઝનની તેની અંતિમ મેચ હશે.”

રાજસ્થાન રોયલ્સના બે ખેલાડી જોસ બટલર અને બેન સ્ટોક્સ પણ ઈંગ્લેન્ડ પરત થઈ ગયા છે. કેમ કે બંને ખેલાડીઓને પાકિસ્તાન સામે લોર્ડ મેદાન પર રમાનારી ટેસ્ટ મેચના સંભવિત ખેલાડી તરીકે ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે

You might also like