VIDEO: ચાલુ મેચ દરમિયાન ગ્રાઉન્ડ પર મસાજ કરાવી રહ્યો છે ધોની

મોહાલીમાં રમાયેલી રોમાચંક મેચમાં રવિવારે અશ્વિનની કેપ્ટન્સીમાં કિંગ્સ ઇલેવન પંજાબે ચેન્નાઇ સુપરકિંગ્સની ટીમે 4 રનથી હરાવી દીધી. ક્રિસ ગેલની શાનદાર બેટિંગને કારણે CSKની સામે 198 રનનો ટાર્ગેટ હતો, જોકે ધોનીની ટીમ તે ટાર્ગેટના પૂરો કરી શકી અને CSKને સિઝનમાં પહેલી વખત હારનો સામનો કરવો પડ્યો હતો.

મેચમાં પોતાની ટીમને જીત અપાવવા માટે CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ખૂબ જ મહેનત કરી, ધોનીએ 44 બૉલમાં 79* રન કર્યા, પરંતુ ટીમને જીત ન અપાવી શક્યો. જોકે ચાલુ મેચમાં ધોનીને ગ્રાઉન્ડ પર જ મસાજ લેવાની જરૂર પડી હતી, વાસ્તવમાં બેટિંગ કરતા સમયે ધોનીને પીઠમાં ખૂબ જ દુ:ખાવો શરૂ થઇ ગયો હતો, જેનાથી ટીમના ફીઝિયોને ગ્રાઉન્ડ પર ધોનીની મસાજ કરવી પડી હતી.

ગ્રાઉન્ડ પર ગેમ રોકાઇ ગઇ હતી અને ધોની મસાજ કરાવી રહ્યો હતો, આ દરમિયાન પંજાબના ફિલ્ડર યુવરાજ સિંહ ધોની સાથે મસ્તી કરી રહ્યો હતો. યુવીએ ધોનીની પાસે જઇને કંઇક કહ્યુ હતુ, મસાજ કરાવતી વખતે ધોની પોતે હસી રહ્યો હતો. IPLના ટ્વિટર પેજ પર વીડિયો શૅર કરવામાં આવ્યો છે જેમાં ધોની મસાજ કરાવી રહ્યો છે.

 

પંજાબની ટીમ જીતી ગઇ મેચ:
ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલી કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ 20 ઑવરમાં 7 વિકેટ ગુમાવીને 197 રન કર્યા હતા, જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સને 198 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા આવેલી ચેન્નાઇ સુપર કિંગ્સ 20 ઑવરમાં 193 રન જ કરી અને પંજાબ આ મેચ 4 રનથી જીતી ગઇ.

પંજાબની તરફથી પહેલી વખત રમી રહેલા ક્રિસ ગેલે 33 બૉલમાં 63 રન કર્યા હતા, ગેલે પોતાની ઇનિંગમાં 7 બાઉન્ડ્રી અને 4 સિક્સર્સ ફટાકરી હતી, શાનદાર ઇનિંગ પછી તેણે ‘મેન ઑફ ધ મેચ’નું ટાઇટલ મળ્યુ હતુ.

You might also like