IPL 2018: કોલકત્તામાં ધોની પર ભારી પડ્યો કાર્તિક, CSK 6 વિકેટે હાર્યું

કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ IPL સીઝન 11ની 33મી મેચમાં 6 વિકેટથી હરાવ્યું હતું. મેચ કોલકાતાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર રમાઈ હતી. ચેન્નાઇ સુપર કિંગ્સ ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરી હતી. ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 177 રન કરીને કોલકાતા નાઈટ રાઈડર્સને 178 રનનો લક્ષ્ય આપ્યો હતો. કોલકાતા આ લક્ષ્ય શુભમ ગિલ (57) અને દિનેશ કાર્તિક (45) ની સારી બેટીંગના લિધે 17.4 ઓવરમાં આરામથી 180 રન બનાવીને ચાર વિકેટ જીત્યા હતા.

કોલકતા નાઈટ રાઈડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે ટૉસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લિધો હતો અને ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના પ્લાઈંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. તે જ સમયે, કોલકાતા નાઈટ રાઈડર્સે ઇજા પામેલા નીતિશ રાણાની જગ્યાએ રિંકુ સિંહને તક આપી હતી.

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 177 રન કર્યા હતા અને કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમને 178 રનને ટાર્ગેટ આપ્યો હતો. ચેન્નાઇ માટે, કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 43 રન કર્યા હતા જ્યારે શેન વોટસને 36 રન બનાવ્યા હતા.

KKRએ છેલ્લી પાંચ ઓવરમાં જીત માટે 37 રનની જરૂર હતી અને ટીમને આ લક્ષ્યાંક હાંસલ કરવામાં કોઈ સમસ્યા થઈ ન હતી. ગિલે 16મી ઓવરમાં 32 બોલમાં અડધી સદી ફટકારી હતી. કાર્તિકે બ્રાવોની ઓવરમાં સતત 2 ચોક્કા મારીને તેની ટીમને જીતાડી હતી.

You might also like