VIDEO: જ્યારે ફરી એક ફેને ચાલુ મેચ દરમિયાન ધોનીને પગે લાગવા પહોંચ્યો, જાણો પછી શું થયુ

ભારતીય ક્રિકેટ જગતમાં આજે કેપ્ટન વિરાટ કોહલીની બોલબાલા ભલે હોય પણ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પ્રત્યે ક્રિકેટ પ્રેમીઓની દિવાનગી આજે પણ જરાય ઓછી થઇ નથી, ગુરુવારે રાત્રે ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં આવો જ નજારો જોવા મળ્યો હતો જ્યારે મેજબાન ટીમ ગ્રાઉન્ડમાં હોવા છતાં નામ ધોનીનું ગુંજી રહ્યું રહ્યું. આ દરમિયાન એક મસ્ત મજાનો નજારો પણ જોવા મળ્યો હતો.

 

ગુરુવારે રાત્રે ઇડન ગાર્ડનમાં આ મેચ રમાઇ રહી હતી, ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે તમામ ખેલાડીઓ ડગઆઉટમાં બેઠા હતા. ત્યારે જ અચાનક એક ફેન ડગઆઉટ સુધી પહોંચી ગયો અને ધોનીના પગે પડી ગયો. આ ફેને ધોનીના 7 નંબરવાળી જર્સી પણ પહેરી હતી. આ ફેન જેવો ધોની સુધી પહોંચ્યો કે ત્યાં બેઠેલા તમામ પ્લેયર્સ આશ્ચર્યચકિત થઇ ગયા. આ ફેન જેવો ધોનીના પગે લાગ્યો કે માહીએ તેની પીઠ પર પોતાનો હાથ રખી એને ઉઠવા માટે કહ્યું, જો કે એટલામાં મેનેજમેન્ટ અને બૉડીગાર્ડ્સ આવી પહોંચ્યા હતા અને આ શખ્સને તુરંત બહાર લઇ ગયા.

જો કે આવું પહેલી વખત નથી બન્યું જ્યારે ધોનીનો ચાહકે તેમના પગે લાગવા કે મળવાનો પ્રયાસ કર્યો હતો. જો આ સિઝનની જ વાત કરીએ તો 20 એપ્રિલના રોજ પુણેમાં ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચે મેચ રમાઇ રહી હતી, દરમિયાન એક વ્યક્તિ ધોનીને પગે લાગવા માટે દોડીને ગ્રાઉન્ડની વચ્ચોવચ આવી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, CSK અને KKR વચ્ચે ગઇકાલે મેચ રમાઇ હતી. પહેલા બેટિંગ કરવા માટે આવેલી CSKની ટીમે 20 ઑવર્સમાં 5 વિકેટ ગુમાવીને 177 રન કર્યા, જ્યારે ટાર્ગેટનો પીછો કરવા આવેલી KKRની ટીમે માત્ર 17.4 ઑવર્સમાં 180 રન બનાવીને મેચ પોતાના નામે કરી દીધી હતી.

You might also like