IPL 2018: આ ખેલાડીને ડાન્સીમગ ટીપ્સ આપતી દેખાઈ જેકલીન ફર્નાંડિસ, Video થયો Viral

નવી દિલ્હી: IPL શરૂ થઈ ગયું છે અને મેદાન પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ શરૂ થયો છે. મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ ખૂબ જ ઉત્તેજક રહી હતી અને બાજી ચેન્નઈ મારી ગઈ હતી. જ્યારે રમતના મેદાન પર ઉત્તેજના ભર્યું વાતાવરણ હતું ત્યારે મેદાનની બહાર પણ ખુબ મસ્તી ચાલી રહ્યા હતા. બાગી-2 નું ગીત ‘એક દો તીન’ ની જેક્વેલિન ફર્નાન્ડિઝ દ્વારા આ દીત પર આરસીબી (RCB) ના ખેલાડી યુઝવેન્દ્ર ચહલ સાથે હુલા હૂપ (કમર પર રીંગ ફેરવવી) પર મસ્તી કરતી દેખાઈ હતી.

http://

આ વિડિઓમાં જેક્વેલિન ઊભી છે અને ચહલ આ રીંગને તેની કમર દ્વારા ફેરવવાનો પ્રયાસ કરી રહ્યો છે. જે પોતાના સ્પિન બૉલિંગ સાથે મોટા-મોટા ખેલાડીઓને ફેરવ્યા છે, તે ચહલ અહીંયા સંઘર્ષ કરી રહ્યા છે અને તે આ રીંગને ફેરવવા માટે કોઈ ખાસ સફળતા મેળવી શક્યો નથી.

જેક્વેલિન ફર્નાન્ડિસ તાજેતરમાં ‘રેસ 3’ ની શૂટિંગ કરવા અબુ ધાબી પરત ફરી છે. જેક્વેલિન સાથે ‘રેસ 3’ માં સલમાન ખાન, બોબી દેઓલ, ડેઝી શાહ અને સકિબ સલીમ જેવા સ્ટાર્ઝ છે. રેમો ડી’સોઝા ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. તેણે IPLના ઓપનીંગ સમારોહમાં પ્રદર્શન પણ આપ્યું હતું. જેક્વેલિને અદ્ભૂત નૃત્ય કર્યું હતું.

You might also like