IPL: કોહલીની ટીમ રોમાંચક મેચમાં હારી, હૈદરાબાદની ટીમ પ્લે ઓફમાં પહોંચનાર પહેલી ટીમ

સન રાઇઝર્સ હૈદરાબાદે સોમવારે રમાયેલ આઇપીએલ 2018ની 39મી રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમને 5 રને પરાજય આપ્યો છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલ આ મેચમાં સનરાઇજર્સે 20 ઓવરમાં 146 રન બનાવ્યા હતા.

જેના જવામાં બેંગલોરની ટીમે 6 વિકેટના નુકસાન પર 141 રન જ બનાવી શકી હતી. આઇપીએલની આ મેચ અંતિમ ઓવરમાં ઘણી રોમાંચક બની ગઇ હતી. આરસીબીની ટીમને 6 બોલમાં જીતવા માટે 12 રનની જરૂરિયાત હતી. સનરાજર્સ હૈદરાબાદ તરફથી અંતિમ ઓવર માટે ભુવનેશ્વર કુમાર બોલિંગ કરી રહ્યો હતો.

ભુવનેશ્વર કુમારે પોતાના અનુભવના આધારે 5 બોલમાં 5 રન જ આપ્યા હતા અને અંતિમ બોલમાં ભુવનેશ્વર કુમારે ગ્રાંડહોમને ક્લીન બોલ્ડ કરી ટીમને શાનદાર જીત અપાવી હતી.

સનરાઇજર્સ હૈદરાબાદની ટીમના સુકાની કેન વિલિયમનસનને શાનદાર પ્રદર્શનને લઇને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. કેન વિલિયમસને 39 બોલમાં 5 બાઉન્ડ્રી તેમજ 2 સિકસરની મદદથી 56 રન બનાવ્યા હતા. આ જીતને લઇને હૈદરાબાદ 10 મેચમાંથી 8 જીત સાથે 16 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલ પર સૌથી પહેલા સ્થાને પહોંચી ગયું છે.

આ સાથે હૈદરાબાદની ટીમે પ્લે ઓફમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. જ્યારે વિરાટ કોહલીના નેતૃત્વવાળી રોય ચેલન્જર્સે બેંગ્લોરની આ સાતમી હાર છે. અત્યાર સુધી બેંગ્લોરની ટીમે 10 મેચમાંથી ત્રણમાં જીત મળી છે.

સનરાઇજર્સ હૈદરાબાદ આપેલ 146 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી આરસીબીને 24 રને પ્રથમ ઝટકો મળ્યો હતો. બીજા વિકેટ માટે વોહરા અને વિરાટ વચ્ચે 36 રનની ભાગીદારી નોંધાઇ હતી. શાકિબ અલ હસને વિરાટ કોહલને યુસૂફ પઠાનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

વિરાટ કોહલીએ 30 બોલમાં 5 બાઉન્ડ્રી અને એક સિકસરનની મદદથી 39 રન બનાવ્યા હતા. વિરાટના આઉટ થયા બાદ તરત જ ડિવિલયર્સને રાશિદ ખાને આઉટ કર્યો હતો. આરસીબી તરફથી શાકિબે 2 અને અન્ય બોલરોએ 1-1 વિકેટ ઝડપી હતી.

આ અગાઉ હૈદરાબાદની ટીમે બેંગલોર સામે જીત માટે 147 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલ આ મેચમાં હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 146 રન બનાવ્યા હતા. હૈદરાબાદની ટીમની શરૂઆથ નિરાશાજનક રહી હતી.

હૈદરાબાદની ટીમના સુકાની વિલિયમસને શાનદાર ઇનિંગ્સ રમી હતી. વિલિયમસને 39 બોલમાં 5 બાઉન્ડ્રી અને 2 સિકસરની મદદથી 56 રન બનાવ્યા હતા. આરસીબીએ ટોસ જીતીને હૈદરાબાદને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. બંને ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. બેંગલોરની ટીમે બે ફેરફાર કર્યો હતો.

You might also like