IPL ફાઇનલ 2018:ચેન્નાઇ સુપરકિંંગ્સ 3જી વાર બન્યું ચેમ્પિયન, SRHને હરાવ્યું 8 વિકેટે

મુંબઈઃ IPLની 2018ની 11મી સીઝનની ફાઇનલ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહેલી છે. આ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 6 વિકેટનાં નુકસાને 178 રન બનાવ્યાં હતાં.

જેમાં ફાઇનલમાં ચેન્નાઇએ 8 વિકેટે જીત હાંસલ કરી લીધી છે. આ મેચમાં શેન વોટસને (117*) રને સદી ફટકારીને ચેન્નાઇને ચેમ્પિયન  બનાવ્યું છે. IPLની એક જ સિઝનમાં વોટસને બે સદી ફટકારી છે.

આ મેચની ઓપનિંગમાં ઉતરેલા શ્રીવત્સ ગોતમે માત્ર 5 રન બનાવીને રન આઉટ થઇ ગયો હતો અને કેપ્ટન વિલિયમસન ફિફ્ટી પૂર્ણ કરે તે પહેલાં જ 47 રને આઉટ થઇ ગયો. જ્યારે યુસુફ પઠાણ 25 બોલમાં 45 રન બનાવી અણનમ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આજની આ ફાઇનલ મેચ પહેલાં ચેન્નાઈ સુપરકિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આ સીઝનમાં 3 વખત મેચ રમાઈ છે. આ ત્રણેય મેચમાં ચેન્નાઈની જ જીત થઈ છે. આ બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 9 વખત ટક્કર થઇ છે. જેમાંથી 7 વખત ચેન્નાઈ અને 2 વખત હૈદરાબાદની જીત થઈ છે.

IPLમાં જો ધોનીની વાત કરીએ તો ધોની 8મી વખત IPLની ફાઈનલમાં પહોંચનારો પ્રથમ ખેલાડી બન્યો છે. આવાં કારનામા કરનાર IPLનો પ્રથમ એક માત્ર ખેલાડી એટલે ધોની. મહત્વનું છે કે આ વર્ષે તે 2018માં ચેન્નાઈ સુપર કિંગ્સ વતી ફાઇનલમાં રમ્યો છે.

You might also like