IPL: પ્લે ઓફ માટે જંગ, મુંબઈ સામે રમશે રાજસ્થાન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં આજે મુંબઇ તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ સામે રમશે. બંને ટીમો પ્લે-ઓફની રેસમાં રહેવા માટે રમશે. આ મેચ હારવા પર ફાઈનલ -4 ની રેસમાંથી બાહર કરી દેશે. જોસ બટલરે અગાઉના મેચમાં નોટ આઉટ 95 રન કર્યા હતા અને રાજસ્થાન ટીમનો વિજય સ્થાપક બન્યો હતો. બટલરની મુંબઈ સામેની મેચમાં મોટી જવાબદારી રહેશે. રાજસ્થાનની બેટિંગમાં સતત સારા રન બનાવી રહ્યો છે સંજુ સેમ્સન છે. અલબત્ત અંતિમ મેચમાં સેમ્સન કંઈ ખાસ રમ્યો ન હતો, પરંતુ સમયસર ટીમ સાથે રહીને બટલરને વિજય માર્ગ પર જાળવી રાખવામાં અહમ ઙુમિકા નિભાવી હતી.

કેપ્ટન અજિંક્ય રહાણે બેટ્સમેન તરીકે કંઈ ખાસ રહ્યો નથી. હવેની દરેક મેચ તેની ટીમ માટે મહત્વપૂર્ણ છે. આવી પરિસ્થિતિમાં, બેટ્સમેનની બેટિંગ સારી કરવી જ પડશે. રાજસ્થાનના ખેલાડી બેન સ્ટોક્સ શાંત છે જે ટીમ માટે અધરું બની રહ્યું છે. કૃષ્ણપ્પા ગૌતમ બેટિંગ સારી કરી રહ્યો છે, પરંતુ સત્ત રમવાના અભાવથી તેનું પ્રદર્શન નબળું પડી ગયું છે. બૉલિંગમાં તેના સ્પિનથી પ્રભાવિત થયા હોવા છતાં, વેસ્ટ ઈન્ડિઝના ઝડપી બોલર જોફ્રા આર્ચર સતત ટીમ માટે સારો પ્રદર્શન કરી રહ્યો છે. લેફ્ટ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ અપેક્ષા પ્રમાણે નથી રમ્યો.

બીજી બાજુ, મુંબઇના કેપ્ટન રોહિત શર્માએ યોગ્ય સમય અને સંતુલિત પરફોર્મન્સ આપવામાં સફળ રહ્યો છે. તેણે પોતે સારુ રમીને બૅટ્સમાનની ભૂમિકા ભજવી છે. સૂર્યકુમાર યાદવ આ સિઝનમાં ખુબ સારુ રમી રહ્યો છે. સૂર્યકુમાર અને ઈવિન લૂઇસ ઓપનિંગ માટે સૌથી સફળ અને મજબૂત ટીમ સાબિત થઈ રહ્યા છે. ખામી મધ્ય ક્રમમાં છે, જ્યાં રોહિતે સંભાળીને ટીમને જીત તરફ લઈ જઈ રહ્યો છે. તેના દ્વારા પ્રભાવિત, અન્ય ખેલાડીઓ પણ સારી બેટિંગ કરી રહ્યાં છે.

યંગ બેટ્સમેન ઈશાન કિશને પંજાબ સામે ફક્ત 17 બોલમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે હારદિક અને તેમના મોટા ભાઇ કુણાલ પંડ્યા જેવા બેટ્સમેનોએ પણ રન બનાવવાનું શરૂ કર્યું છે. બૉલિંગમાં, જસપ્રિત બુમરા અને મિશેલ મેકક્લેનગને ટીમના બોજને તેમના ખભા પર લઈ ચાલી રહ્યા છે.

આજે જે જીતશે તે ટક્શે!

You might also like