CSK vs RCB: ચેન્નઈ બેંગ્લોરને 6 વિકેટે હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર

ધોનીની ચેન્નાઇ અને કોહલીની બેંગલુરૂ વચ્ચે આજે ખરાખરીનો જંગ યોજાયો. ત્યારે આજની આ મેચમાં પ્રથમ બેટિંગ માટે મેદાનમાં ઉતરેલ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સને 128 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે ચેન્નાઈએ 18 ઓવરમાં જ આ ટાર્ગેટ પૂર્ણ કરીને ભવ્ય જીત હાંસલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આજની આ મેચ હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સમાં શેન વોટ્સને 11, રાયડુએ 32, રૈનાએ 25, ધ્રુવ શૌરેએ 8 રન કરીને તેઓ ઓલ આઉટ થઇ ગયાં હતાં. આજની આ મેચમાં છેલ્લી ઓવરમાં ધોનીની 3 સિક્સ અને 1 ફોરનાં કારણે આજની આ જીત વધારે આસાન રહી હતી. ચેન્નાઈની ટીમે શાનદાર 4 વિકેટો લીધી હતી. જેમાં 2 વિકેટો બેંગલુરૂનાં ઉમેશ યાદવે ઝડપી લીધી હતી.

બેંગલુરુનાં સ્ટાર્સમાં બી મેકુલમ અને વિરાટ કોહલી ખૂબ ઓછા રન બનાવીને આઉટ થઈ ગયાં હતાં. જ્યારે પાર્થિવ પટેલ સૌથી વધુ 53 જેટલાં રન બનાવ્યાં હતાં. મહત્વનું છે કે બેંગલુરૂએ 9 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 127 રન બનાવ્યાં હતાં.

You might also like