IPL-11: હૈદરાબાદની ટીમે રોક્યો પંજાબનો વિજય રથ

સનરાઇઝ હૈદરાબાદની ટીમે કિંગ્સ ઇલેવન પંજાબને આઇપીએલ સીઝન 11ની 25 મી મેચમાં 13 રને પરાજય આપ્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ માટે ઉતરેલી સનરાઇઝ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 132 રન બનાવ્યા હતા અને કિંગ્સ ઇલેવન પંજાબ સામે 133 રનના લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે 19.2 ઓવરમાં 119 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી.

પંજાબ તરફથી લોકેશ રાહુલે 32, ક્રિસ ગેઇલે 23, મંયક અગ્રવારે 12 અને કરૂણ નાયરે 13 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ તરફથી રાશિદ ખાને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે શાકિબ અલ હસન અને બાસિલ થમ્પીએ બે-બે વિકેટ ઝડપી હતી. અંકિત રાજપૂતને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

પંજાબ ઇલેવનની ટીમ આ હાર બાદ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઇ હતી. જ્યારે ધમાકેદાર જીત બાદ સનરાઇજર્સ હૈદરાબાદની ટીમે 10 પોઇન્ટ સાથે બીજા નંબર પર પહોંચી ગઇ. લક્ષ્યનો પીછો કરી રહેલી પંજાબની ટીમને શરૂઆત સારી રહી હોવા છતાં હૈદરબાદની ટીમના બોલરના શાનદાર પ્રદર્શનના કારણે પરાજ્યનો સામનો કરવો પડ્યો હતો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 132 રન બનાવ્યા હતા. પંજાબના ફાસ્ટ બોલર અંકિત રાજપૂતે પોતાની ઘાતક બોલિંગને લઇને હૈદરાબાદની ટીમને 132 રન સુધી સીમિત રાખી હતી. અંકિતે શાનદાર બોલિંગ કરતાં 4 ઓવરમાં 14 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. હૈદરાબાદની ટીમમાંથી મનીષ પાંડેએ અડધી સદી ફટકારી હતી.

You might also like