IPL: કોલકાતાને પરાજય આપી મુંબઇનો ફાઇનલમાં પ્રવેશ, પૂણે સામે 21મીએ ટક્કર

બે વખતની ચેમ્પિયન મુંબઇ ઇન્ડીયન્સ ટીમને આઇપીએલ-10 સિઝનની ફાઇનલની ટીકિટ મળી ગઇ છે. 21મીએ રવિવારે મુંબઇ અને પૂણે વચ્ચે હૈદરાબાદ ખાતે ફાઇનલ રમાશે. મુંબઇની ટીમ આઇપીએલની ફાઇનલમાં ચોથી વખત પ્રવેશી છે. ફાઇનલમાં અત્યાર સુધી દરેક વખતે તેનો મુકાબલો ચેન્નાઇ સામે થયો છે.

આઇપીએલ સિઝન 10ની બીજી ક્વોલિફાયર મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે કોલાકાતને છ વિકેટે પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કર્યો. મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને કોલકાતાને પ્રથમ બેટિંગ કરવા જણાવ્યું હતું. કોલાકતાએ મુંબઇને જીત માટે 108 રનનું લક્ષ્ય આપ્યું હતું. લક્ષ્યનો પીછો કરી રહેલી મુંબઇની ટીમે 14.3 ઓવરમાં 111 રન બનાવી લીધા અને છ વિકેટે જીત મેળવી હતી. મુંબઇ તરફથી કૃણાલ પંડયાએ સૌથી વધુ 45 રન બનાવ્યા હતા. જ્યારે કપ્તાન રોહિત શર્માએ 26 રન કર્યા હતા. મુંબઇની જીતનો હીરો કર્ણ શર્મા રહ્યો હતો. તેને મેન ઓફ ધ મેચ જાહેર કર્યો હતો.

http://sambhaavnews.com/

You might also like