IPL સ્ટાર સરફરાઝના ભાઈને મોટી ઓફર, દુબઈ તરફથી ઇંગ્લેન્ડમાં રમશે

મુંબઈ : આઈપીએલ૮માં પોતાના પ્રદર્શનથી બધાને યુવા ક્રિકેટર સરફરાઝ ખાનનો નાનો ભાઈ ૧૦ વર્ષનો ઓલરાઉન્ડર મુશીર ખાન એક મહિના માટે ઇંગ્લેન્ડ જશે. શ્યામ ભાટિયાની ‘ક્રિકેટ ફોર કેયર  સંસ્થા સાથે કરેલા કરાર પ્રમાણે મુશીરઓગસ્ટમાં ક્રિકેટ પ્રવાસ માટે ઇંગ્લેન્ડ જશે. અહીં તે દુબઈની ક્રિકેટ એકેડમી જીફોર્સ તરફથી રમશે.

૧૦ વર્ષના મુશીરને ઇંગ્લેન્ડના મેદાન ઉપર રમવાની તક મળશે અને ત્યાંની પરિસ્થિતિઓને પણ જાણી શકશે.  પ્રવાસ પહેલા ઉત્સાહિત મુશીરે જણાવ્યું હતું કે, ”મે ઇંગ્લેન્ડને હંમેશા ટીવી ઉપર જ જોયું છે, હું ત્યાં એ સમયે જઈ રહ્યો છુ જયાં હાલ એશિઝ શ્રેણી ચાલી રહી છે. ઇંગ્લેન્ડ જવા માટે જેટ વિમાનની સવારી કરીશ, આ મારો પ્રથમ આંતરરાષ્ટ્રીય ટૂર હોવાથી ઘણો ઉત્સાહિત છું. હું ત્યાં લંડન બ્રિજ પણ જોવા માંગુ છું.

લેફટ આર્મ સ્પિનર મુશીરના પિતા અને કોચ નોશાદે જણાવ્યું હતું કે મુશીરને આ તક મળવાથી હુ ઘણો ખુશ છું. આવી તક કોઈ પણ ક્રિકેટર માટે મહત્વપૂર્ણ હોય છે. નાની ઉંમરમા જ આવી તક મળી જાય તો તેનાથી યોગ્ય કશું જ નથી. ૧૭ વર્ષીય યુવા સનસની સરફરાઝ ખાને સુનીલ ગાવસ્કરના સેમ બલસારાની કંપની પ્રોફેશનલ મેનેજમેન્ટ ગ્રુપ (પીએમજી) સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો છે. તેને કરાર માટે આશરે બે કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

You might also like