Categories: Tech

iphone ની બર્થ ડે: CEO કુકે કહ્યું, ‘હજુ ઘણુ સારું આવવાનું બાકી છે’

નવી દિલ્હી: એપલે જ્યારે iPhone લોન્ચ કર્યો હતો, તે પહેલા પણ એવા ફોન્સ બજારમાં ઉપલબ્ધ હતા, જેમાં એપ્સનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ iPhone એ કેવી રીતે એક સ્માર્ટફોનથી શ્રેષ્ઠ રીતે પરિભાષિત કર્યો, આ આપણે બધા જાણીએ છીએ.

હવે iPhone પોતાની ૧૦મી એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યું છે. આઈફોને સ્ટેટ્સ સ્ટેટમેન્ટથી લઈને એક ખાસ વર્ગનાં સેગ્મેન્ટની કેટેગરી તોડીને ગ્રાહકોના દિલમાં જગ્યા બનાવી છે. એપલના CEO ટીમ કુકે કહ્યું છે કે, ‘કંપની તરફથી બેસ્ટ આવવાનું હજુ પણ બાકી છે.’

તમને જણાવી દઈએ કે, iPhone વર્ષ ૨૦૦૭ માં લોન્ચ કરવામાં આવી છે, તે સમયે કંપનીનાં CEO સ્ટીવ જોબ્સ હતા. ૨૦૦૭ માં લોન્ચ થયેલ iPhone 1 થી iPhone 7 નાં સફર દરમિયાન તેમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. આંકડા મુજબ, ૧૫ મહિનામાં Apple એ પહેલી જનરેશનનાં ૬૧ લાખ iPhone વેચ્યા હતા.

એપલનાં તત્કાલીન CEO સ્ટીવ જોબ્સે ત્રણ ડિવાઈસીસનાં કોમ્બિનેશન સાથે iPhone લોન્ચ કર્યો હતો. એટલે કે, તેમાં ટચસ્ક્રીન આઈપોડ, રિવોલ્યૂશનરી મોબાઈલ ફોન અને ટ્રૂલી મોબાઈલ વેબ બ્રાઉઝર સામેલ હતો. આ સ્માર્ટફોનમાં ૩.૫ ઇંચની સ્ક્રીન આપવામાં આવી હતી, જેનું ૩૨૦ x ૪૮૦P રીઝોલ્યુશન ડિસ્પ્લે હતો. તે સમયે આ કોઈ સ્માર્ટફોનની બેસ્ટ ડિસ્પ્લે સ્ક્રીન હતી. ફોનમાં 2MP કેમરા આપવામાં આવ્યા હતા. તેમજ તેની ઇન્ટરનલ મેમરી 8 GB હતી. તેમાં થર્ડ પાર્ટી એપ્સ નહી લેવામાં આવે. એપ્સ માટે કંપનીએ પોતાનો અલગ ઓપરેટીંગ સિસ્ટમ બનાવવામાં આવ્યો હતો.

iPhone નું વેચાણ ઘટવાની સજા એપલે પોતાના સીઈઓ ટીમ કુકને આપી છે. એપલે કુકની સેલરી ૧૫ ટકા ઓછી કરી દીધી છે. જોકે, વેતનમાં ઘટાડો થયા છતાં કુકને ૮૭ લાખ ડોલરનું પેકેજ મળે છે. આ રકમ ગયા વર્ષનાં ૧૦૩ મિલિયન ડોલરથી ઓછી છે. કંપનીનાં સીઈઓ કુક સાથે કેટલીક અન્ય ટોપ એક્ઝીક્યુટીવની સેલરીમાં પણ ઘટાડો કર્યો છે. તેનું મુખ્ય કારણ કંપનીની રેવેન્યૂ અને ઓપરેટીંગ પ્રોફિટમાં ઘટાડાને ગણાવ્યો છે. અમેરિકાનાં કેલીફોર્નીયાની આ કંપનીનો રેવેન્યૂ ૮ ટકા ઘટીને ૨૧૬ બિલીયન ડોલર રહ્યો છે, જ્યારે તેનો ઓપરેટીંગ પ્રોફિટ ૧૬ ટકા ઘટીને ૬૦ બિલિયન ડોલર રહી ગયું છે.

visit: http://sambhaavnews.com/

Krupa

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

21 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

21 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

21 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

22 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

22 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

22 hours ago