Categories: Tech

Intex દ્વારા લોન્ચ થયો JioPhoneથી પણ સસ્તો 4G ફોન

ભારતીય કંપની ઇન્ટેક્સે પોતાનો પ્રથમ 4G VOLTE ફીચર્સ ફોન લોન્ચ કર્યો છે. નવરત્ન નામની એક નવી હેન્ડસેટ સિરીઝમાં રજૂ કરવામાં આવ્યો છે. જેમાં સ્માર્ટ ફીચર્સ ફોન મોડેલ પણ સામેલ છે. આ સિરીઝમાં કુલ 9 હેન્ડસેટ છે. જેમા એક 4G VOLTE ફીચર્સ ફોન છે, જ્યારે 8 હેન્ડસેટ 2G નેટવર્કને સપોર્ટ કરે છે. નવરત્ન સીરીઝની શરૂઆત 700 રૂપિયાથી થશે અને તેના ટોપ મોડલની કિંમત 1,500 રૂપિયા હશે. તાજેતરમાં રિલાયન્સ જીયોનો સૌથી સસ્તો 4G LTE સપોર્ટ સ્માર્ટફોન લોન્ચ થયું છે. તેની કિંમત તો ફ્રિ છે, પરંતુ તેના માટે સિક્યોરિટી રૂપે 1,500 રૂપિયા ચૂકવવા પડશે. ઇન્ટેક્સનો આ હેન્ડસેટ રિલાયન્સ જીઓને ટક્કર આપી શકે છે. પરંતુ તેના માટે બીજી કંપનીઓને તેની સાથે ડેટા ઓફર્સ આપવી જોઇએ.

ઇન્ટેક્સના પ્રોડક્ટ હેડ ઇશિતા બંસલે લોન્ચીગ દરમિયાન કહ્યું કે, ’71 મી સ્વતંત્રતા દિવસના અવસરે અમે ફીચર્સ ફોન યુઝર્સને અપગ્રેડ કરીને પોતાના પ્રથમ 4G ફીચર્સ ફોન ટર્બો 4G દ્વારા તેમને સ્માર્ટફોનનું પરીક્ષણ આપવા માગ ઇચ્છે છીએ. આ ફીચર્સ ફોન સાથે યુઝર્સને હાઇ ક્વોલિટી વોઇસ કોલિંગ, ઈન્ટરનેટ અને વિશ્વથી કનેક્ટ થવાનો જરીયો મળશે. 20 વર્ષ જૂની ભારતીય કંપની હોવાના કારણે ઇન્ટેક્સ યુઝર્સની જરૂરિયાતને સમજે છે, ખાસ કરીને તેવા ગ્રાહકોને જે નાના શહેરો અને ગામોમાં રહે છે. ‘

2.4 ઇંચનું VGA સ્ક્રીન ધરાવતા આ ફોનમાં 2,000 Mah બેટરી આપવામાં આવી છે. તેમાં 512 MB રેમ છે અને તેની ઇન્ટરનલ મેમરી 4GB ની છે જેને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 32GB સુધી વધારી શકાય છે. ફોટોગ્રાફી માટે તેમાં 2MPનું રિયર કેમેરો, જ્યારે સેલ્ફી માટે તેમાં VGA કેમેરો છે. આ ફોન KaiOS પર ચાલે છે અને તેમા ડ્યુઅલ કોર પ્રોસેસર મૂકવામા આવ્યો છે.

ટર્બો સીરીઝનાં મોબાઇલની સ્ક્રીન 2.4 ઇંચનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે અને તે 22 ભાષાઓને સપોર્ટ કરે છે. બેટરી 1,400 Mah છે અને તેમાં વાયરલેસ એફએમ રેડિયો આપવામાં આવ્યું છે. ટર્બો સેલ્ફી 18 માં ડ્યુઅલ કેમેરા સાથે ફ્લેશ આપવામાં આવ્યું છે અને તેની બેટરી 1,800 Mah છે, જેમાં 2,000 સુધી કોન્ટેક્ટ સેવ કરી શકાય છે. હાલમાં તેની કિમતની જાહેરાત કરવામાં આવી નથી.

divyesh

Recent Posts

રાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધીનાં આકરા પ્રહાર, કહ્યું,”પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે”

ન્યૂ દિલ્હીઃ રાફેલ વિમાનનાં કરાર પર ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંક્વા ઓલાંદનાં નિવેદન બાદથી કેન્દ્ર સરકાર આલોચનાઓનાં ઘેરે આવી ગઇ છે.…

12 mins ago

એક વાર ફરી પડદે દેખાશે નોરા ફતેહીનો “દિલબર” અંદાજ, ટૂંક સમયમાં આવશે અરબી વર્ઝન

મશહૂર બેલી ડાન્સર નોરા ફતેહી બોલીવુડ ફિલ્મ "સત્યમેવ જયતે"માં આઇટમ નંબર "દિલબર"થી લોકોનાં દિલમાં ધમાલ મચાવી ચૂકેલ છે. આ ગીતથી…

55 mins ago

અમદાવાદ શહેરમાં સ્વાઇન ફલૂથી વધુ એકનું મોત

અમદાવાદ: શહેરમાં સ્વાઇન ફલૂનો પ્રકોપ દિન-પ્રતિદિન વધતો જાય છે. ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે સ્વાઇન ફલૂથી ચાલુ મહિનાના ૧પ દિવસમાં ૧૦…

1 hour ago

Swiftનું સ્પેશિયલ એડિશન લોન્ચ, કિંમત આપનાં બજેટને અનુકૂળ

મારૂતિ સુઝુકીએ પોતાની સૌથી વધારે વેચાનારી કાર સ્વિફ્ટનું સ્પેશિયલ એડિશન લોન્ચ કરી લીધું છે. આ સાથે આ કારનાં માર્કેટમાં 12…

1 hour ago

ISI પ્લાન બનાવે છે, આતંકવાદી સંગઠન અંજામ આપે છેઃ એજન્સીઓનો રિપોર્ટ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં પોલીસ કર્મચારીઓનાં અપહરણ બાદ તેમની હત્યા પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનોની ખતરનાક યોજનાનો ભાગ છે. સરકારને સુરક્ષા એજન્સીઓ…

2 hours ago

વિશ્વ ફરી એક વખત આર્થિક મંદીના આરે

નવી દિલ્હી: લેહમેન બ્રધર્સ નાદાર થયા બાદ ૧૦ વર્ષ પછી ફરી એક વખત વૈશ્વિક આર્થિક મંદીના સંકટની આશંકા વધી રહી…

2 hours ago