Intex: Aqua Air II 4,690 રૂપિયામાં થયો લોન્ચ

નવી દિલ્હી: કંપ્કની ઇન્ટેક્સે એક સસ્તો સ્માર્ટફોન Aqua Air 2 લોન્ચ કર્યો છે. જેની કિંમત 4,690 રૂપિયા છે. તાજેતરમાં જ કંપનીએ Cloud 4G લોન્ચ કર્યો હતો. આ બંને ફોન તાજેતરમાં કંપનીની વેબસાઇટ છે અને ટૂંક સમયમાં તેનું વેચાણ શરૂ થઇ શકે છે.

5 ઇંચ સ્ક્રીનવાળા આ ડ્યૂઅલ સિમ સ્માર્ટફોનમાં 1GB રેમ અને MediaTek 1.2GHz ડ્યૂઅલ કોર પ્રોસેસરની સાથે 8GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. ઇન્ટરનલ મેમરીને માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી વધારીને 32GB સુધી કરી શકાય છે.

એન્ડ્રોઇડ 4.4 કિટકેટ પર કામ કરનાર આ સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે 2 મેગાપિક્સલ રિયર અને 0.3 ફ્રન્ટ ફેસિંગ કેમેરો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં 2,300mAh ની બેટરી પણ આપવામાં આવી છે. કંપનીએ દાવો કર્યો છે કે આ 6 કલાકનો ટોકટાઇમ આપશે.

સ્પેસિફિકેશન
પ્રોસેસર: 1.3GHz MediaTek MT6735 ડ્યૂલકોર
રેમ: 1GB
કેમેરો: 2 મેગાપિક્સલ રિયર,0.3 મેગાપિક્સલ ફ્રન્ટ
ડિસ્પ્લે: 5 ઇંચ
મેમરી: 8GB
બેટરી: 2,300 mAh
ઓએસ: એન્ડ્રોઇડ 4.1 કિટકેટ

You might also like