WOMEN’S DAY: મહિલાઓને ગુગલ દ્વારા સન્માન, બનાવ્યું ખાસ ડૂડલ

આજે ગુગલે પણ આતંરરાષ્ટ્રીય મહિલા દિવસને સેલિબ્રેટ કર્યો છે. ગુગલે આજે વુમન્સ ડે સ્પેશિયલ ડૂડલ બનાવ્યું છે. જેની પર ખાસ સ્લાઇડ બનાવવામાં આવી છે. ગૂગલે 8 ફોટો ગ્રાફ્સની એક ફોટો ગેલરીને ડૂડલ પર મૂકી છે. આ ફોટોમાં મહિલાઓના વિશ્વ ઇતિહાસ અને વર્તમાનમાં યોગદાનની વાત રજૂ કરવામાં આવી છે. આતંરરાષ્ટ્રીય મહિલા દિવસ 2017ના પ્રસંગે દુનિયાની તમામ મહિલાઓને સશક્તિકરણ, શિક્ષા અને વિશ્વમાં તેમના યોગદાને યાદ કર્યું છે.

ગુગલે આ ગેલરી વાળુ ડૂડલ રાત્રે 12 વાગ્યે મૂક્યુ છે. પહેલી ફોટો એક બાળકી તેની દાદી સાથે જોવા મળી રહી છે. જે તેને વાર્તા સંભળાવી રહી છે. આ સાથે જ મહિલાઓના વિભિન્ન ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામ અંગે ફોટો દ્વારા દર્શાવવામાં આવ્યું છે. નાની બાળકી વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહેલી 13 પ્રસિદ્ધ મહિલાઓની કલ્પના કરી રહી છે. ફોટોમાં દુનિયભરમાં અનેક શતાબ્દિયો અને પરિસ્થિતિઓમાં જન્મેલી મહિલાઓ અંગે દર્શાવવામાં આવ્યું છે.

http://sambhaavnews.com/

You might also like