PAKને ઝટકો, ઇન્ટરનેશનલ કોર્ટનો કુલભૂષણ જાદવની ફાંસીની સજા અટકાવવા આદેશ

કુલભૂષણ જાદવ મામલે ભારતને મોટી કુટનીતિક જીત મળી છે. નેધરલેન્ડના હેગમાં આંતરરાષ્ટ્રીય કોર્ટે જાદવની ફાંસી પર અસ્થાયી રોક લગાવી છે. ભારતે પાકિસ્તાનની સૈન્ય અદાલતના આ ફેંસલાની વિરૂદ્ધ આ અદાલતમાં 8 મેના રોજ અપીલ કરી હતી.

હજી સુધી પાકિસ્તાન તરફથી આ મામલે કોઇ જવાબ આવ્યો નથી. આંતરરાષ્ટ્રીય અદાલત તરફથી જાહેર કરાયેલ પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે ભારતે આ મામલમાં પાકિસ્તાન પર વિએના કન્વેશન અને ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. ભારત તરફથી આ મામલે અપીલમાં એ પણ જણાવાયું હતું કે કુલભૂષણ જાદવને પોતાનો પક્ષ રાખવાનો મૌકો નથી દેવામાં આવ્યો અને ના તો તેમને ભારતના આયોગ અધિકારીઓ સાથે મળવાની અનુમતી દેવામા આવી.

You might also like