Categories: Dharm

સંબંધ-સંવાદ વગર ચાલતું નથી

લાંબી જિંદગી પર નજર નાખીને જર્મનીનો મહાકવિ ગેટે નિસાસો નાખે છેઃ ‘લાગણીઓ અને લાગણીઓ!’ ગેટેના આ ઉદ્‌ગારના અનુસંધાન રૂપ વાક્ય અંગ્રેજ નવલકથાકાર ડેવિડ હર્બર્ટ લોરેન્સ પૂરું પાડે છે. એ કહે છે, ‘લાગણીઓ બાળકને જ્ન્મ આપી બેઠેલી નારીની છાતીમાં માતૃત્વના દૂધની જેમ ઊભરાય છે, વહેણનો માર્ગ શોધે છે. આમ આખી જિંદગી સંબંધોની એક શોધ ચાલ્યા કરે. સંબંધને જીવંત અને સાર્થક બનાવવા એક નિરંતર કોશિશ જેવી જિંદગી બની રહે છે. માણસને લોહીના સંબંધો પૂરતા થઈ પડતા નથી. તે લોહીના કુદરતી સંબંધો સાથે લાગણીના સંબંધો પણ બાંધે.
માણસને સંબંધ વગર, બે હ્ય્દય વચ્ચેના સંવાદ વગર ચાલતું નથી. સંબંધ સ્થાપવા માટે બીજો છેડો ન મળે ત્યાં તે પોતાનો છેડો ગમે ત્યાં જોડી દીધા વિના રહી શકતો નથી. માણસ સાથેના સંબંધના છેડા બરાબર મળે નહીં, જીવંત સંપર્ક રહે નહીં ત્યારે કેટલાક માણસો બધા જ સંબંધ દેવોની કે પ્રાણીઓની દુનિયામાં લઈ જાય છે. આમ છતાં તેને જિંદગીમાં કંઈક ખૂટતું લાગે છે. મોટા ભાગે માણસો લાંબા-ટૂંકા અંતરના તમામ સંબંધોના તાર ઝણઝણતા રાખીને હ્ય્દયની ગુંજાશને પૂરેપૂરી પામવા મથતા રહે છે.
માણસો જરૂરિયાત અને પોેતાની સમજણ પ્રમાણે સંબંધો ગોઠવે છે. કેટલાક માને છે કે સંબંધ એટલે કાર્યક્ષમતાનો સંબંધ, ઉપયોગિતાની કસોટી ઉપર ટકી ન શકે તે સંબંધનો અર્થ શો? ઘણા માણસો કામકાજના સંબંધ અને બે માણસ વચ્ચેના સંવાદ-વિવાદના સંબંધને અલગ પાડી શકતા નથી. ધંધાના, નોકરીના ચાલુ વહેવારને અને લાગણીના બધા સંબંધોની મોટી ભેળસેળ થઈ જાય છે. આમાંથી ઘણીવાર તેમને આંટીઘૂંટી અને ગૂંચવાડાનો પણ અનુભવ થાય છે. આવું બને ત્યારે તેઓ નવા નિયમો ઘડે છે. જે ખરેખર નવા હોતા નથી, પણ અગાઉ કોઈકે એમના જેવી સ્થિતિમાં કાઢ્યા હોય છે. તેઓ તમને સલાહ આપશે. પોતાના અનુભવના બોધપાઠ રૂપે કહેશે કે કદી મિત્રાચારી અને ધંધાની ભાગીદારીની ભેળસેળ કરવી નહીં. કુટુંબીઓ સાથે કોઈ લેવડદેવડ કરવી નહીં. સગાંસંબંધીને નોકરી આપવી નહીં. હકીકતે આ બધી નકારાત્મક આજ્ઞાઓમાં કોઈ સિદ્ધાંત નથી પણ તેમણે સંબંધોનું જે સ્વાદિષ્ટ શરબત બનાવવા ધારેલું તે બરાબર ન બન્યું એટલે આ તારણો કાઢ્યાં. ગાઢ મિત્રો કે સગા સાળા સાથે શા માટે ભાગીદારી ન કરવી? એવો પ્રશ્ન તેમને પૂછીએ તો તેઓ કોઈ કડવા અનુભવનો દાખલો આપશે, પણ સમજદાર માણસ જાણે છે કે મિત્ર કે સગા સાળા સાથે ભાગીદારી કે ધંધાનો સંબંધ બરાબર ચાલતો નથી તેનું ખરું કારણ બંનેની પરસ્પરની બે જાતની અપેક્ષાઓની આંટીઘૂંટી જન્મે છે તે છે. સાળો સારા ભાગીદાર જેવું જ વર્તે તેવું તમે ઈચ્છો છો અને બીજી પળે ભાગીદાર બનેલો મિત્ર તમને ભાગીદારીના બધા લાભ આપે તેવું ઈચ્છવાની સાથે તમે એવું પણ માગો છે કે ભાગીદાર પોતે પોતાના લાભો લેતી વખતે ભૂલે નહીં કે તે તમારો મિત્ર છે! બે સંબંધીઓની જુદીજુદી અપેક્ષાઓ બે જાતના સંબંધો એક જ ખીલે બાંધ્યા હોવાથી ભેગી થઈ જાય છે. એક ગૂંચ પડે છે અને એમાંથી કડવાશ પેદા થાય છે.

Navin Sharma

Recent Posts

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

28 mins ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

2 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

2 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

2 hours ago

ઈલાયચી-મરી સહિત તેજાનાના ભાવમાં 45 ટકા સુધીનો ઉછાળો

નવી દિલ્હી: દેશના જથ્થાબંધથી લઇને છૂટક બજારમાં ઇલાયચી, જાવિંત્રી, જાયફળ, મરી જેવા તમામ મસાલાના ભાવ ૪૫ ટકા જેટલા મોંઘા થઇ…

2 hours ago