શું તમારે વજન ઘટાડવું છે? ગ્રીન ટીની જગ્યાએ પીવો આ ડ્રિંક

જો તમે દિવસમાં 1 કપથી વધારે કૉફી પીવો છો તો અધિક માત્રામાં કેફિન સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ થવાનો ડર હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી, વાસ્તવમાં માર્કેટમાં તેનો પણ ઉપાય આવી ગયો છે, જેનું નામ છે ગ્રીન કૉફી. જી હા, ગ્રીન ટીની જેમ જ ગ્રીન કૉફી પણ અનેક ગુણોનો ભંડાર અને ફાયદાકારક છે. જેનાથી વજન તો ઉતરે જ છે, બાકી ઘણા બીજા ફાયદા પણ થાય છે.

ઉર્જામાં વધારો:


ગ્રીન કૉફી બીન્સમાં ક્રોનોલોજિકલ એસિડ હોય છે. જેના કારણે આ કૉફીના સેવનથી તમારુ મેટાબોલિઝમ એકદમ એક્ટિવ રહેછે. જેના કારણે શરીર પોઝિટિવ ઉર્જા અનુભવે છે અને તમે જે પણ કામ કરો છો તેમાં તમારું ધ્યાન પોરવાઇ રહે છે.

વજન નિયંત્રણમાં રહે છે:


ગ્રીન કૉફી બીન્સમાં વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. જે તમારા શરીરમાં પોષક તત્વોના સ્તરને યોગ્ય જાળવી રાખવામાં મદદ કરે છે. જેના કારણે તમારું વજન નિયંત્રણમાં રહે છે. આમ વધતું વજન તમારા માટે હવે કોઈ સમસ્યા નહીં રહે.

એન્ટીઑક્સિડન્ટથી ભરપૂર:


ગ્રીન કૉફી બીન્સમાં એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. અને શરીરમાં આવતા દરેક હાનિકારક પ્રભાવથી તમને સ્વસ્થ રાખે છે. ગ્રીન કોફીના બીન્સ 100% શેકાયેલા અને ખૂબ જ હેલ્ધી હોય છે.

ડાયાબિટીઝ કંટ્રોલમાં રાખે છે:


જો તમને ડાયાબિટીઝ હોય તો ગ્રીન કૉફી તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. તેના નિયમિત સેવનથી સુગરની માત્રા કુદરતી રીતે જ નીચે ઉતરે છે.

બ્લડ પ્રેશરની બિમારી થાય છે દૂર:


ગ્રીન કૉફી તમારા બ્લડપ્રેશરને પણ સુવ્યવસ્થિત કરે છે. હાઈ બ્લડ પ્રેશરના કારણે હાર્ટ એટેક, ક્રોનિક કિડની ફેલિયર અને તેના જેવી બીજી સમસ્યાઓ થઈ શકે છે જેની સામે ગ્રીન કૉફીમાં રહેલા તત્વો રક્ષણ આપે છે. આ સાથે જ ગ્રીન કૉફી બ્લડ પ્લેટલેટ્સ બનાવવામાં પણ મદદ કરે છે. તેનાથી કોલેસ્ટ્રોલ નથી વધતું અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

કેફીનની માત્રા હોય છે ખૂબ ઓછી:


મોટાભાગની કૉફીમાં 7-9% જેટલું કેફીન હોય છે જે શરીર માટે હાનિકારક છે. પરંતુ ગ્રીન કૉફીમાં કેફીનની માત્રા ખૂબ જ ઓછી હોય છે અથવા તો કહી શકાય કે ન બરાબર હોય છે. જેથી તેનું સેવન તમે દિવસમાં એક કપથી વધુ માત્રામાં પણ કરી શકો છો.

You might also like