Instagram માં આવી શકે છે વોયસ અને વીડિયો કોલિંગ ફીચર

જાણીતી ફોટો શેરિંગ એપ Instagram માં હાલમાં ઘણા નવા ફીચર્સ જોડવામાં આવ્યા છે. હવે નવો રિપોર્ટ સામે આવ્યો છે જેના પ્રમાણે આ એપમાં હવે વોયસ કોલિંગ અને વીડિયો કોલિંગનો સપોર્ટ આપવામાં આવી શકે છે.

એક રિપોર્ટ પ્રમાણે કોલ અને વીડિયો કોલ માટે APKS સ્પોટ કરવામાં આવ્યું છે. જો કે આ ફીચર ખરેખર રોલ આઉટ કરવામાં આવશે કે નહીં એ માટે હજુ કંઇ કહી શકાય નહીં. આ ઇન્સ્ટાગ્રામના ડાયરેક્ટ મેસેજિંગ સિસ્ટમનો ભાગ બની શકે છે.

જાન્યુઆરીમાં WAbetainfo બ્લોગે પણ ઇન્સ્ટાગ્રામમાં વીડિયો કોલ બટન માટે રિપોર્ટ કર્યો હતો અને હાલની રિપોર્ટ આ ફીચર આવવાની સંભાવના વધતી જોવા મળી રહી છે. જો કે ઇન્સ્ટાગ્રામ તરફથી આ ફીચર માટે કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

ઇન્સ્ટાગ્રામમાં હાલમાં જ Giphy GIF શેર ફીચરને પણ લોન્ચ કર્યું હતું, જેને ગત વર્ષે આવી રીતે APKમાં સ્પોટ કરવામાં આવ્યું હતું. આશા છે કે વોયલ અને વીડિયો કોલિંગ દ્વારા ઇન્સ્ટાગ્રામનો હેતુ સ્નેપચેટથી આગળ નિકળવાનું છે.

આ પહેલા માહિતી મળી હતી કે જલ્દી ઇન્સ્ટાગ્રામ સ્ક્રીનશોટ લેનાર લોકોનું નામ ઉજાગર કરનાર છે. હકીકતમાં ઇન્સ્ટાગ્રામ તરફથી એક ફીચર આવવા જઇ રહ્યું છે જે યૂઝર્સને સ્ટોરીઝ અથવા સ્ક્રીનશોટ લેવા પર એમને નોટિફીકેશન આપશે. જો કે આ ફીચરને આવવામાં હજુ સમય લાગશે કારણે હજુ એને ડેવલોપ કરવામાં આવી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર જો કોઇ તમારી સ્ટોરિઝનો સ્ક્રીનશોટ લેશે તો એનું નામ સનના શેપના સિમ્બોલની સાથે સ્ટોરી વ્યૂ સેક્શનમાં જોવા મળશે.

You might also like