VIDEO: જો તમે લોન નથી ભરવા માગતા તો શીખો આ બિઝનેસમેન પાસેથી

આપણે સૌ કોઇ જાણીએ છીએ કે દરરોજ સવાર પડતાંની સાથે જ એક કૌભાંડનાં સમાચાર આપણી સોની નજર સામે આવી જાય છે. નીરવ મોદી, મેહૂલ ચોક્સી કે પછી વિજય માલ્યા. આ તમામ કૌભાંડીઓ દેશમાં ઠગાઈ કરીને વિદેશ ભાગી ગયાં છે.

ત્યારે વાત કરીએ ઈમાનદારીની જ્યોત પ્રજ્વલિત રાખનારા સુરતનાં ઉદ્યોગપતિ મનજીભાઈ ધોળકિયાની. આ ગુજરાતીએ પોતાની મિલકતો વેચીને બેંકનું દેવું ચુકતે કર્યું છે. આજે અમે વાત કરીએ છીએ સુરતનાં એક એવા ઈમાનદાર ઉદ્યોગપતિ કે જેમની કથા 1976થી શરૂ થાય છે.

ભાવનગરથી નીકળેલા અને આજે સુરત, અમદાવાદ, મુંબઈ અને વિદેશમાં પોતાની આગવી પ્રતિષ્ઠા ધરાવનાર મનજીભાઈ ધોળકીયા કે જેમની ઈમાનદારી અને પ્રામાણિકતા એ જ તેમની એક આગવી ઓળખ. મનજીભાઈ ધોળકિયાએ ભવાની જેમ્સ નામની કંપની શરૂ કરી હતી.

જે નિયમિત રીતે બેંકમાંથી લોન લેતી હતી અને તેની ભરપાઈ પણ કરતી હતી. પરંતુ એક વાર એવું બન્યું કે ભવાની જેમ્સ ઉઠી જવાનાં અને બેંક લોન ડૂબી જવાનાં સમાચાર વહેવા લાગ્યાં. ત્યારે મનજીભાઈને થયું કે કંપનીનું નામ માર્કેટમાં ખરાબ થઈ રહ્યું છે.

જેથી મારે બેંક લોનની ભરપાઈ કરી દેવી જોઈએ. કંપની ઓછી ચાલે તો વાંધો નહીં. પણ બેંકની એક એક પાઈ ચુકતે કરી દેવી જોઈએ. બસ આ વિચાર મનમાં ગુંજવા લાગતાં મનજીભાઈએ પોતાનાં એકાઉન્ટસ વિભાગ પાસે કંપનીનાં બેંકનાં દેવાની વિગતો માગી. જેમાં એવું સામે આવ્યું કે કંપનીનાં માથે રૂપિયા 500 કરોડનું દેવું છે.

મિલકતો વેચીને દેવું ચુકતે કર્યું:
ઉલ્લેખનીય છે કે દેવાની રકમ ઘણી વધારે હતી. પરંતુ તે મનજીભાઈની ઈમાનદારી કરતાં વધારે ન હતી. રૂ.1200 કરોડનું ટર્ન ઓવર ધરાવતી પોતાની કંપનીમાં એવી સુચના આપી દીધી હતી કે અમદાવાદ, સુરત અને મુંબઈમાં રહેલી પોતાની મિલકતો વહેંચી દેવામાં આવે અને મિલકતો વેચવાનું શરૂ થયું જેમાં 70 ટકા જેટલી મિલકતો વેચાઈ ત્યારે રૂ.500 કરોડ એકઠા થઈ શક્યાં અને આ રૂપિયા તેમણે તરત જ બેંકમાં ભરપાઈ કરી દીધાં. પોતાનાં માથે રહેલું બેંકનું તમામ દેવું તેમણે ચુકતે કરી દીધું.

મુઠી ઉચેરા માનવી મનજી ધોળકિયાઃ
મનજીભાઈની કંપનીની 70 ટકા મિલકતો વેચાઈ જતાં કંપનીનું ટર્ન ઓવર ઘટીને રૂ.700 કરોડ થઈ ગયું છે. પરંતુ મનજીભાઈને તેનો કોઈ વસવસો નથી. તેમને તો બેંકનું દેવું ચુકતે કર્યાનો આનંદ છે.

એક બાજુ દેશમાં લોકોનાં પૈસા લુંટીને ભાગી જનારા અને લાજવાને બદલે ગાજનારા બેઈમાન નીરવ મોદી, મેહૂલ ચોક્સી અને વિજય માલ્યા જેવા લોકો છે ને જ્યારે બીજી બાજુ પોતાની મિલકતો વેચીને દેવું ભરપાઈ કરનાર ઈમાનદાર અને શાખદાર મનજીભાઈ ધોળકીયા જેવા લોકો છે. મનજીભાઈ સાચા અર્થમાં મુઠી ઉચેરા માનવી સાબિત થયાં છે.

You might also like