3GB રેમ અને ફૂલ HD વીડિયો રેકોર્ડિંગવાળો બજેટ સ્માર્ટફોન

નવી દિલ્હી: અમેરિકન કંપની ઇનફોકસે ભારતમાં મેટલ બોડીવાળો એક બજેટ સ્માર્ટફોન Bingo 50+ લોન્ચ કર્યો છે. હાલ તેની જાણકારી કંપનીની આધિકારિક વેબસાઇટ પર મુકવામાં આવી છે. કિંમત અને ઉપલબ્ધતાનો ખુલાસો આગામી દિવસોમાં થઇ શકે છે.

થોડા દિવસો પહેલાં જ કંપનીએ Bingo 50+ લોન્ચ કર્યો હતો જેની કિંમત 7,499 રૂપિયા હતી. નવા સ્માર્ટફોનમાં ગત Bingo 50+ના મુકાબલે સારા સ્પેસિફિકેશન્સ આપવામાં આવ્યા છે.

5.5 ઇંચ એચડી સ્ક્રીનવાળા આ સ્માર્ટફોનમાં 1.3GHz મીડિયાટેક ઓક્ટાકોર પ્રોસેસરની સાથે 3GB રેમ અને 16GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી તેને વધારીને 64GB સુધી કરી શકાશે.

ફોટોગ્રાફી માટે તેમાં f/2.2 અપર્ચરવાળો 13 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. તેના માધ્યમથી ફૂલ એચડી વીડિયો રેકોર્ડિંગ કરી શકાશે. સેલ્ફી માટે તેમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.

તેની બેટરી 2,600mAhની છે અને કંપનીનો દાવો છે કે એકવાર ચાર્જ કરીને તેને 12 કલાક સુધી વાત કરી શકાય છે. આ ઉપરાંત આ 58 કલાકનો સ્ટેન્ડબાય બેકઅપ પણ આપશે. કનેક્ટિવિટી માટે તેમાં વાઇફાઇ, બ્લ્યૂટૂથ, જીપીએસ અને માઇક્રો યૂએસબી કનેક્ટર જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

You might also like