INDvsZIM : ઝિમ્બાવ્બેને અંતિમ બોલે હરાવી ભારતે T-20 સીરીઝ પર 2-1થી કર્યો કબજો

હરારે: હરારેમાં ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં ટીમ ઇન્ડીયાએ ઝિમ્બાવ્બેને અંતિમ મુકાબલામાં 3 રનથી હરાવી દીધું. આ જીત સાથે ભારતે ટી20 સીરીઝ 2-1થી જીતી લીધી. મેચનું પરિણામ અંતિમ બોલ પર આવ્યું હતું. ભારતે ઝિમ્બાવ્બેની સામે જીત માટે 139 રનનો ટાર્ગેટ રાખ્યો હતો,. તેના જવાબમાં ઝિમ્બાવ્બેએ 6 વિકેટના નુકસાને 135 રન બનાવ્યા હતા.

ઝિમ્બાવ્બે તરફથી સૌથી વધુ રન વુસી સિબાંડાએ બનાવ્યા હતા. તે 28 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ભારત તરફથી સરન અને કુલકર્ણીને 2-2 વિકેટ મળી. જ્યારે પટેલ અને ચહલે 1-1 વિકેટ લીધી. મેચમાં એકમાત્ર સદી બનાવનાર કેદાર જાદવ મેન ઓફ ધ મેચ બન્યો હતો જ્યારે સીરીઝમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બંરિંદર સરન મેન ઓફ ધ સીરીઝ બન્યો હતો.

આ પહેલાં ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ચાલી રહેલી સીરીઝના અંતિમ મેચમાં ભારત સ્થિતિ ખરાબ છે. ટોસ જીતીને ઝિમ્બાવ્બેએ પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની શરૂઆત સારી રહી ન હતી. 27 રન પર ભારતે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ 76 રન પર અંબાયતી રાયડૂ પણ આઉટ થઇ ગયો. 17મી ઓવરમાં કેપ્ટન ધોની પણ 13 બોલમાં 9 રન બનાવીને આઉટ થઇ ગયો. 20 ઓવરમાં ભારતે 6 વિકેટના નુકસાને 138 રન બનાવ્યા હતા.

સીરીઝમાં અત્યારે 1-1થી બરાબરી છે. આજે જીતનાર ટીમ સીરીઝ જીતશે. વનડે સીરીઝ ભારતે 3 0થી જીતી હતી. ઝિમ્બાબ્વે આજે તીત નોંધાવીને મોટો ઉલટફેર કરવા માંગશે. ભારતે ટીમમાં કોઇ ફેરફાર કર્યા નથી જ્યારે ઝિમ્બાબ્વેએ ત્રણ ફેરફાર કર્યા છે.

તોડી ચૂક્યા છે અશ્વિનનો રેકોર્ડ
બુમરાહે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ હરારેમાં જ રમાયેલી ગત ટી 20 મેચમાં ટીમ ઇન્ડીયાના ઓફ સ્પિનર આર અશ્વિનનો રેકોર્ડ તોડી દીધો હતો. આ સાથે જ તે એક કેલેંડર સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બની ગયા હતા. અશ્વિને આ રેકોર્ડ આ વર્ષે જ બનાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બુમરાહે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ બીજી ટી 20માં ફક્ત 11 રન બનાવીને 3 વિકેટ ઝડપી હતી.

હવે લેશે 4 વિકેટ
આર અશ્વિને 2016માં અત્યાર સુધી 21 વિકેટ ઝડપી છે, જ્યારે ફાસ્ટ બોલર આશીષ નહેરાએ 18 વિકેટ ઝડપી છે. બુમરાહે આ બંને ભારતીય બોલરોને પાછળ છોડી દીધા છે. તેમના નામે 18 મેચોમાં 24 વિકેટ થઇ ગઇ છે અને તેમની પાસે ટી 20માં વર્લ્ડ રેકોર્ડ તોડવાની તક છે. તેના માટે તેમને ઝિમ્બાબ્વે વિરૂદ્ધ અંતિમ ટી 20 મેચમાં 4 વિકેટ લેવાની રહેશે, તો બીજી તરફ બરાબરી માટે 3 વિકેટ લેવી પડશે.

ડિર્કના નામે છે વર્લ્ડ રેકોર્ડ
ટી 20માં એક કેલેંડર સીઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ડિર્ક નૈનંસના નામે છે. ડિર્કે 2010માં જોરદાર બોલીંગ કરતાં 14 મેચોમાં 27 વિકેટ ઝડપી હતી.

વનડે સીરીઝમાં કહી હતી આ રેકોર્ડની બરાબરી
ટી 20 સીરીઝ પહેલાં વનડે સીરીઝમાં બુમરાહે 4 ભારતીય બોલરો (શ્રીકાંત, અમિત મિશ્રા અને મોહંમદ શમી)માં સામેલ થઇ ગયા હતા, જેણે કોઇ એક દ્રિપક્ષીય વનડે સીરીઝમાં 4 4 અથવા વધુ વિકેટ લેવાનું કારનામું કર્યું છે.

ટીમ:
ભારત: મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), જસપ્રીત બુમરાહ, બરિંદર સરાં, લોકેશ રાહુલ, મનીષ પાંડે, અંબાતી રાયડૂ, અક્ષર પટેલ, ધવલ કુલકર્ણી, મનદીપ સિંહ, કેદાર જાધવ અને યુજવેંદ્ર ચહલ.

ઝિમ્બાબ્વે: ગ્રીમ ક્રેમર (કેપ્ટન), વુસીમુજી સિબાંદા, એલ્ટન, ચિગુમ્બુરા, હેમિલ્ટન, માસકાદ્ઝા, ચામૂ ચિભાભા, ડોનાલ્ડ તિરિપાનો, મૈલ્કમ વાલેર, પીટર મૂર, નેવિલ માદઝિવા, તેંડાઇ ચતારા અને તિમીસેન મારૂમા.

You might also like