INDvsENG: ભારતીય ટીમ માટે ખુશખબરી, આ ખેલાડી છે Fit

ટીમ ઈન્ડિયાના ચાહકો માટે ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચ પહેલા એક સારા સમાચાર આવ્યા છે કે દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન એકદમ ફિટ છે. એસેક્સ સામે રમાયેલી ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચના બીજા દિવસે તાલીમ દરમિયાન અશ્વિનને વાગ્યું હતું.

આ ઈજાને કારણે, અશ્વિન બીજા દિવસે એસેક્સ સામે બેટિંગ અને બોલિંગ ન કરી હતી. તેને જમણા હાથમાં ઇજા થઈ હતી અને સાવચેતી તરીકે તેને મેદાન પર ઉતારવામાં આવ્યો ન હતો. ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ઈજા ગંભીર નથી. જોકે ચાહકો ચિંતિત હતા કારણ કે ભુવનેશ્ર્વર કુમાર અને જસપ્રિત બુમરાહ પહેલેથી ઈજાને કારણે ભારતીય બોલરોની સ્થિતિ નાજુક થઈ ગઈ છે. અને આના કારણે, અશ્વિને પ્રેક્ટિસ મેચના છેલ્લા દિવસે 5 ઓવર નાખી હતી.

અશ્વિને તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેમની સ્થિતિ વિશે માહિતી આપી હતી. બૉલિંગ કરતી વખતે તેણે પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતો અને કહ્યું કે તે સંપૂર્ણપણે ફિટ છે. આ રીતે, ભારતીય ચાહકોને અશ્વિનની ફિટનેસને કારણે રાહત મળી છે કારણ કે ઉનાળા દરમિયાન સ્પિનરો ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ ટૂરમાં મહત્વની ભૂમિકા ભજવશે.

 

ટીમ ઈન્ડિયા માટે ચિંતા એ છે કે એસેક્સ સામેની પ્રેક્ટિસ મેચ હોવા છતાં તેના સ્પિનરોને કોઈ વિકેટ મળી નથી. આ ઈનિંગ્સમાં, ભારત વતી 94 ઓવર નાખી હતી પરંતુ ઝડપી બોલરો દ્વારા તમામ 8 વિકેટ મળી હતી.

Janki Banjara

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago