Categories: World

સિંધુના પાણીને પાક. નવું રણમેદાન બનાવવા ઇચ્છે છે?

લાહોરમાં ચાલુ માસના અંતમાં યોજાનાર નદી જળ આયોગની બેઠકમાં ભાગ લેવાનું ભારતે સ્વીકાર્યું છે અને ભારત આ બેઠકમાં પોતાના પ્રતિનિધિઓને મોકલશે. ૧૯૬૦ના સપ્ટેમ્બરમાં વિશ્વ બેંકની મધ્યસ્થીને કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ જળસંધિ અસ્તિત્વમાં આવી હતી. ત્યારથી આજ સુધી ભારતે આ સંધિનું પાલન કર્યું છે. બંને દેશ વચ્ચેના યુદ્ધની સ્થિતિમાં પણ ભારત આ સંધિનું પાલન કરતું રહ્યું છે. સંધિની જોગવાઈઓ અનુસાર ભારતના હિસ્સાના પાણીનો પૂરતા પ્રમાણમાં ભારત ઉપયોગ કરતું નથી. હવે જ્યારે ભારતના કિસાનોની સિંચાઈની જરૂરિયાતને લક્ષમાં રાખીને ભારતે તેના હિસ્સાના પાણીનો સંગ્રહ કરવા માટે સિંધુ, ચિનાબ અને જેલમ નદી પર બંધ બાંધવાની યોજનાના અમલમાં આગળ વધવાનો નિર્ણય કર્યો છે ત્યારે પાકિસ્તાન તેનો વિરોધ કરે છે અને યોજનાના અમલમાં અવરોધો ઊભા કરવાના પ્રયાસ કરે છે.

આ સમજૂતીની કેટલીક શરતો વિચિત્ર છે. સંધિને કોઈ દેશ એકપક્ષીય રીતે રદ કરી શકતો નથી. સંધિમાં માત્ર સુધારા કરી શકાય છે. આ સમજૂતી અંતર્ગત જ નદી જળ આયોગની રચના કરવામાં આવી, જેનું કામ કટોકટીની સ્થિતિમાં નદીના પાણીનું વ્યવસ્થાપન-સંતુલન કરવાનું છે. ભારત કાયદેસર રીતે સંધિની જોગવાઈ પ્રમાણે પોતાના હિસ્સાના પાણીનો ઉપયોગ કરી શકે છે અને ભારત એમ કરશે ત્યારે સિંધુ, જેલમ વગેરે નદીના પાકિસ્તાનમાં જતા પાણીના હિસ્સામાં કમી આવશે અને તેને કારણે પાકિસ્તાનની ખેતીને ભારે નુકસાન થવાનું છે, પરંતુ એ પાકિસ્તાનની ચિંતાનો વિષય છે. ભારતના કિસાનોના ભોગે હવે આપણે પાકિસ્તાન પર ઉપકાર કરી શકીએ નહીં. ભારતના સતત વિરોધ અને અનુરોધ છતાં ભારતમાં ત્રાસવાદની નિકાસ કરીને આતંકી હુમલા દ્વારા નિર્દોષ લોકોના ભોગ લેનાર પાકિસ્તાન સામે માત્ર આ એક મુદ્દે ભારત સિંધુ જળ સંધિના પાલનનો ઇનકાર કરી શકે તેમ છે, પરંતુ ભારત હજુ એ કક્ષાએ ગયું નથી. માત્ર ભારતના પોતાના હિસ્સાના પાણીના પ્રત્યેક ટીપાંનો ઉપયોગ કરવાના આયોજનનો જ વિચાર કર્યો છે. આમ છતાં પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત વિરુદ્ધ કાગારોળ મચાવી હતી. નદી જળ આયોગની બેઠકમાં ભારતને બહુ રસ ન હતો. વિશ્વ બેંક ખોટી રીતે પાકિસ્તાનની તરફેણ કરે છે

એ સામે ભારતનો વિરોધ રહ્યો છે અને એટલે જ તેની મધ્યસ્થીમાં ભાગ લેવાનો ભારતે ઇનકાર કર્યો હતો. એ પછી વિશ્વ બેંકે નિષ્પક્ષ નિષ્ણાતો નિયુક્ત કરીને મામલો ઉકેલવાની ભારતની માગણી સ્વીકારી હતી. આથી ભારતે લાહોરની બેઠકમાં ભાગ લેવાનું સ્વીકાર્યું છે.  આ બેઠકને કોઈ મોટી સફળતા મળવાની આશા નથી. બદલાયેલી પરિસ્થિતિમાં ભારત સૂઝબૂઝ સાથે આગળ વધવાનું પસંદ કરશે. નદી જળ આયોગની બેઠકમાં રણનીતિક અને રાજનૈતિક વિષયો પર વાતચીત થવાની શક્યતા નથી. માત્ર ટેક્નિકલ વિષયો પર જ ચર્ચા થશે. ભારતે પહેલાં જ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. આતંકવાદને પોષણ અને સમર્થન આપવાની પાકિસ્તાનની નીતિ સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવું વલણ અપનાવ્યું છે કે નદીમાં લોહી અને પાણી એક સાથે વહી શકે નહીં. આ એક વાક્યમાં રહેલા મેસેજને પાકિસ્તાને સમજવો પડશે. પાકિસ્તાન ધરાર તેને સમજવાનો ઇનકાર કરે છે. વિવાદના વિષય ભારતના કિશનગંગા પ્રોજેક્ટ અને રાતેલ જળ વિદ્યુત પ્રોજેક્ટ છે. આ મામલા અગાઉથી વિશ્વબેંક સમક્ષ છે જ અને આયોગની બેઠકમાં તેના પર ચર્ચા થઈ શકવાની નથી. પાકિસ્તાને ગત વર્ષે વિશ્વ બેંકનો સંપર્ક કરીને ભારતના આ પ્રોજેક્ટની ડિઝાઈન સામે વાંધો ઉઠાવ્યો હતો. મુદ્દાની વાત એટલી જ છે કે પાકિસ્તાન જો ભારત સાથે સદ્ભાવનાથી કામ લેવા ઇચ્છતું હોય તો તેણે આતંકવાદના ખૂની ખેલ બંધ કરવા પડશે. વિશ્વ બેંકની મધ્યસ્થી અને તટસ્થતા શંકાસ્પદ બની છે. એથી ભારત તેના નિર્ણયને સહેલાઈથી સ્વીકારી શકે નહીં. લાહોરની બેઠકમાં હાજરી આપવી એ ભારતની મજબૂરી છે. આખરે બધો આધાર પાકિસ્તાનનાં ઇરાદા અને વલણ પર છે. સિંધુ નદીના પાણીને નવું રણમેદાન બનાવવા ઇચ્છતું હોય તો ભારત એ લડાઈ પણ લડી લેશે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

એશિયા કપઃ પાકિસ્તાન સામે ભારતનો ભવ્ય વિજય, 8 વિકેટે આપ્યો પરાજય

દુબઇઃ એશિયા કપમાં આજે ટીમ ઇન્ડીયા અને પાકિસ્તાન વચ્ચે પાંચમી એવી ભવ્ય મેચનો દુબઇમાં મુકાબલો થયો. જેમાં પાકિસ્તાનની ટીમે 43…

1 hour ago

જિજ્ઞેશ મેવાણીનો બેવડો ચહેરો, કહ્યું,”ધારાસભ્યોની સાથે મારો પણ પગાર વધ્યો, સારી વાત છે”

અમદાવાદઃ ધારાસભ્યોનાં પગાર વધારા મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિશેષ પ્રતિક્રિયા આપી છે. જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને…

3 hours ago

વિધાનસભા ગૃહમાં હોબાળો, નીતિન પટેલે કહ્યું,”કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત નિયમ વિરૂદ્ધ”

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનાં સભ્યોએ આજે ફરી વાર હોબાળો કર્યો હતો. ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરીને હોબાળો કર્યો હતો. કોંગ્રેસનાં ધારાસભ્યો…

3 hours ago

સુરતઃ 3 વર્ષની માસૂમ બાળકીનું બિસ્કિટ અપાવવા બહાને કરાયું અપહરણ

સુરતઃ આપણી નજર સમક્ષ અવારનવાર નાની બાળકીઓ પર દુષ્કર્મ અને અપહરણ થયા હોવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો…

4 hours ago

નવાઝ પુત્રી-જમાઇ સહિત થશે જેલમુક્ત, ઇસ્લામાબાદ HCનો સજા પર પ્રતિબંધ

ઇસ્લામાબાદ હાઇકોર્ટે પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે.નવાઝની દીકરી મરિયમ નવાઝ અને જમાઇ મોહમ્મદ સફદરની…

5 hours ago

રાજકોટઃ વાસફોડ સમાજે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી, તંત્ર એલર્ટ

રાજકોટઃ શહેરમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટની અધિકારીઓ દ્વારા માપણી ન કરવામાં આવતા વાસફોડ સમાજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જો…

6 hours ago