Video: ઈન્દોરના કમાલના ટ્રાફિકમેન, માઈકલ જેક્શનની જેમ ટ્રાફિક કન્ટ્રોલ કરે છે

આમ તો રસ્તા પર આવતી જતી ગાડીઓની વચ્ચે ઠંડી, તડકો કે વરસાદ સહન કરીને પણ ટ્રાફિક મેનેજ કરવાનું કામ ખરેખર કંટાળાજનક હોય છે પરંતુ જો વ્યક્તિમાં જે તે કામ પ્રત્યેની લગન હોય તો કોઈપણ કામને મનોરંજક બનાવી શકાય છે. આ વાત ઇન્દોરના ટ્રાફિક પોલીસે સાબિત કરી છે.

બ્રિટિશ સિંગર ફ્રેડી મરક્યુરી જેવી મૂછ અને માઈકલ જેક્સનની ડાન્સ સ્ટાઈલથી ટ્રાફિક મેનેજ કરતાં બોલિવૂડથી પ્રેરિત ઇન્દોરના ૩૮ વર્ષના ટ્રાફિક પોલીસ
રણજિતસિંહની આ વાત છે. ઇન્દોરના જંક્શન પર તે ડ્યુટી કરતા હોય ત્યારે માઈકલ જેક્સન જેવા ડાન્સ કરીને ટ્રાફિકનું નિયમન કરે છે. ફેસબુક પર તેમના વીડિયોને ૫૦ હજાર લોકો ફોલો કરે છે. રસ્તા પર આવતા જતા લોકો તેમના વીડિયોને રોજ સોશિયલ મીડિયા પર ફેર કરે છે. હવે તેમના સાથી પોલીસ પણ તેમની પાસેથી મૂન વોકના સ્ટેપ શીખવા લાગ્યા છે.

ઇન્દોરમાં ફિલ્મના પ્રમોશન માટે જતા ફિલ્મી કલાકારો પણ રણજિતસિંહની મુલાકાત લેવાનું ચૂકતા નથી. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં બોલિવૂડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવેલા એક ટોક શોમાં પણ તેમને આમંત્રિત કરવામાં આવ્યા હતા. રણજિતનો દાવો છે કે હાઈકોર્ટ પાસે રહેલા ચાર રસ્તા પર જ્યાં તેઓ ડ્યૂટી કરી રહ્યા છે ત્યાં એક વર્ષમાં ટ્રાફિક ઉલ્લંઘનમાં ઘટાડો થયો છે. રણજિત કહે છે કે યુનિવર્સિટી એ વાતનો અભ્યાસ કરી રહી છે કે કેવી રીતે ટ્રાફિક જામને રોકવામાં આવે.

રણજિત ઇચ્છે છે કે યુવાનો નિયમોનું પાલન કરે અને સુરક્ષિત રહે. તેઓ એમ પણ કહે છે કે મેં અત્યાર સુધી માર્ગ અકસ્માતમાં ૪૦ જેટલા યુવાનોની લાશ ઉઠાવી છે અને મને ખૂબ જ ખરાબ લાગે છે. હું ઇચ્છું છું કે યુવાનો સલામત રહે અને નિયમોનું પાલન કરે. શરૂઆતમાં રણજિતના સહકર્મી ટ્રાફિકમાં મૂન વોક સ્ટેપના ઉપયોગને લઈને શંકા કરી રહ્યા હતા. પરંતુ હવે બધા તેમની પાસે આ સ્ટેપ શીખી રહ્યા છે.

You might also like