Categories: Sports

ઈન્દોરમાં દર્શકોએ ચિયર લીડર્સની છેડછાડ કરી

ઇન્દોર: શહેરના હોલકર સ્ટેડિયમમાં ગત શનિવારે રમાયેલી આઈપીએલની મેચ દરમિયાન સ્ટેડિયમમાં ચારે બાજુ પોતાની ટીમની જીત પર ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે હાજર ચિયર ગર્લ્સને ઇન્દોરના દર્શકોએ ખૂબ હેરાન-પરેશાન કરી નાખી હતી. ગંદી કોમેન્ટની સાથે ચિયર ગર્લ્સના વાળ પણ ખેંચ્યા હતા અને તેમનાં કપડાં પણ પકડ્યાં હતાં. જાહેરમાં દર્શકો તેમની સાથે અભદ્રતા અને છેડતી કરતા રહ્યા હતા. જાળીઓ પાછળ બંધ દર્શકોએ ચિયર ગર્લ્સ શરીરને પણ પકડવાની કોશિશ કરી હતી. તે વખતે પોલીસ માત્ર મૂક મને તમાશો જોઈ રહી હતી.

એક વખત તો એવું બન્યું કે ચિયર ગર્લ ગુસ્સામાં આવીને જાળી પાસેથી દૂર જતી રહી હતી. આ ઘટનાક્રમે એક વાર ફરીથી ઇન્દોરને વિશ્વ સામે શરમજનક સ્થિતિમાં મૂકી દીધું હતું. હોલકર સ્ટેડિયમમાં કિંગ ઈલેવન પંજાબ અને રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ ટીમનો ઉત્સાહ વધારવા માટે ૧૮ ચિયર ગર્લ્સને બોલાવવામાં આવી હતી. તેના માટે અલગ અલગ મંચ પણ બનાવવામાં આવ્યા હતા.

જ્યાંથી તેઓ મેચ દરમિયાન પોતાની ટીમ દ્વારા વિકેટ લેવા પર, ચોગ્ગા અને સિક્સર મારવા બદલ ડાન્સ કરતી હોય છે. જોકે મંચ દર્શકોની જાળીઓથી દૂર હતું, પરંતુ તે દરમિયાન અમુક દર્શક ચિયર ગર્લ્સ પર ગંદી ટિપ્પણીઓ કરી રહ્યા હતા, જ્યારે બીજી બાજુ કોઈ ગર્લ્સ જાળીઓ નજીક જાય તો તેને પકડવાની કોશિશ કરી રહ્યા હતા. સાથે તેમના વાળ ખેંચવા અને તેમના કપડાં પકડવા માટે પણ હાથ લંબાવી રહ્યા હતા.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago