દેશને વિભાજીત કરનારાઓને યુવાધન આપશે જવાબ: પીએમ મોદી

0 5

ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાઓ પર વિશ્વાસ કરતા કહ્યું છે કે તેઓ દેશને વિભાજન કરનારા તત્વોથી પ્રભાવિત નહીં થવા દે. યૂથ ડે અને સર્વધર્મ સભાને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે,”કેટલાંક લોકો દેશનાં ભાગલા પાડવાની કોશિશ કરી રહ્યાં છે પરંતુ દેશનાં યુવા લોકો આવું થવા દેશે નહીં. દેશનાં યુવા લોકો આ વિભાજન પાડનારા તત્વોથી ભ્રમિત નહીં થાય અને આ લોકોને વળતો જવાબ પણ આપશે.”

પીએમ મોદીએ કહ્યું કે,”દેશની સેવામાં જોડાયેલ દરેક વ્યક્તિ આજ સ્વામી વિવેકાનંદનું જ એક નાનું સ્વરૂપ જ છે. જે લોકો દલિત, પીડિત, શોષિત તેમજ વંચિતોને લઇ કામ કરી રહ્યાં છે તે જ લોકો વિવેકાનંદનાં સપનાઓને પૂર્ણ કરનાર સિપાહી છે.”

મોદીએ વધુમાં જણાવ્યું કે,”જો વિવેકાનંદને માનવા છે તો તમારી અંદરથી જાતિ દ્રેષ, જાતિ ભેદનું ઝહેર ખતમ કરવું પડશે. તેઓ ભારતનાં સુખ-દુઃખને પોતાનું સુખ માનનારા મહાન પુરૂષ હતાં. આપણા સમાજની ખાસિયત છે કે જ્યારે પણ આપણાં સમાજમાં કોઇ પણ પ્રકારની ખરાબી ઊભી થઇ ત્યારે તેને સુધારવાનું કામ કોઇ પણ પણ રીતે લોકોએ શરૂ કર્યું છે. આવા મહાન સમાજસુધારકોને જનસેવાને જ હંમેશાં કેન્દ્રમાં રાખેલ છે.”

loading...

Leave A Reply

Your email address will not be published.