વિમાનની જેમ ટ્રેનમાં પણ જોવા મળશે ‘Black Box’…!

0 18

નવી દિલ્હી: ટ્રેનમાં અવારનવાર સર્જાતા અકસ્માતનાં કારણ જાણવા માટે રેલવે વિભાગ દ્વારા અેરલાઈન્સની જેમ નવી તરકીબ અજમાવવામાં આ‍વી રહી છે, જેમાં ટ્રેનમાં પણ વિમાન જેવાં બ્લેક બોક્સ લગાવવામાં આ‍વશે, જેના કારણે ડ્રાઈવરની વાતચીત અને કાર્યપ્રણાલીના ઓડિયો-વિઝ્યુઅલ રેકોર્ડિંગ દ્વારા દુર્ઘટનનાં કારણોની જાણકારી મેળવી શકાશે.

ગત મહિનામાં રેલવેના તમામ ઝોનને આ અંગે પરિપત્ર પાઠવીને વિભાગ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અંગે જાણકારી આપવામાં આ‍વી છે. આ અંગેના પત્રમાં ૨૮ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ મળેલી બોર્ડ બેઠકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં સુરક્ષા સંબંધી ટાસ્ક ફોર્સની ભલામણ અંગે પણ કેટલાક નિર્ણય લેવામાં આવ્યા હતા, જેમાં એક નિર્ણય એરક્રાફ્ટ કોકપિટની જેમ ટ્રેનમાં લોકો અને મોટર કેબમાં ઓડિયો વીડિયો વિઝયુઅલ રેર્કોડર લગાવવા અંગેનો હતો.

તેને લાગુ કરવાની જવાબદારી મેમ્બર રોલિંગ સ્ટાફને સોંપવામાં આવી છે. પરિપત્રમાં જણાવ્યા અનુસાર ડ્રાઈવર કેબિનને એરકંડિશનર કરવાની ટાસ્ક ફોર્સની ભલામણને બોર્ડે તાત્કાલિક સ્વીકારવાની અસમર્થતા દર્શાવી હતી. તેનું માનવું છે કે આ માટે તમામ સિગ્નલને દુરસ્ત કરવા ઉપરાંત ફ્લેશર લાઈટ લગાવવાના ઉપાય અજમાવવા પડશે.

જોકે ટાસ્ક ફોર્સની અન્ય ભલામણને રેલવે બોર્ડે સ્વીકારી લીધી છે. માત્ર નવા લોકો પાઈલટની ભરતીમાં ડિપ્લોમા હોલ્ડરની ન્યૂનતમ યોગ્યતાની ભલામણ બોર્ડે માન્ય નથી રાખી તેમજ ટ્રેક ફિ‌િટંગ ખરીદીનો અધિકાર ડિવિઝનલ સ્ટોર અધિકારીઓને આપવાની ભલામણ સાથે પણ બોર્ડ અસહમત છે. આ રીતે હવે આગામી દિવસોમાં રેલવે બોર્ડ દ્વારા ટ્રેનમાં વિમાન જેવાં બ્લેક બોક્સ લગાવવામાં આ‍‍વશે.

loading...

Leave A Reply

Your email address will not be published.