IPLઉદ્ધાટન સમારોહ : કેટરિના કૈફ, રણવીરસિંહ, બ્રાવોએ મચાવી ધુમ

મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝનની ઓપનિંગ સેરેમની અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝનાં પર્ફોમન્સ સાથે ચાલુ થઇ હતી. સેરેમની મુંબઇમાં સરદાર વલ્લભભાઇ સ્ટેડિયમ નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે ચાલી રહી છે. ઓપનિંગ સેરેમનીમાં જેકલિન ફર્નાન્ડિસ, કેટરિના કૈફ, યો યો હનીસિંહ, રણબીર સિંહ અને ડ્વેન બ્રાવોએ પર્ફોમન્સ આપ્યું હતું. જેકલિન પોતાની ફિલ્મનાં ગીત મુઝે યાર ના મિલે તો મરજાવા, પાર્ટી ઓન માય માઇન્ડ અને હો જરા મતલબીનાં સોન્ગ પર પર્ફોમન્સ આપ્યું હતું.

કેટરિના કેફે પોતાની ફિલ્મ ધુમ અને ફેન્ટમનાં ગીતો પર પર્ફોમન્સ આપ્યું હતું. વેસ્ટ ઇન્ડિઝનાં ડ્વેન બ્રાવોએ ચેમ્પિયન્સ ગીત પર પર્ફોમન્સ કર્યું હતું. બ્રાવોનાં ગીત પર પોલાર્ડ પણ સીટ પરથી ઉભો થઇને ડાન્સ કરવા લાગ્યો હતો. યો યો હની સિંહે પણ દમ દમ દમ દમ ખીંચ મેરે હમ દમ, યે ચાંદ સા રોશન ચહેરા, હેંગ ઓવર ટુ નાઇટ સહિતનાં ઘણા પ્રખ્યાત ગીતો પર એન્ટરટેઇન કર્યું હતું. રણબીર સિંહે ગોલિયો કી રાસ લીલા, ગુંડે બાજીરાવ મસ્તાનીનાં ગીતો પર ડાન્સ કર્યો હતો. રણબીરે બાજીરાવ મસ્તાની ફિલ્મનાં પ્રખ્યાત ડાયલોગ્સ પણ રજુ કર્યા હતા.

સ્ટેડ પર દિલ્હી ડેયર ડેવિલ્સનાં કેપ્ટન ઝહીર ખાનથી માંડીને રોહિત શર્મા સુધી તમામ ટીમનાં કેપ્ટન આવ્યા હતા. બોલિવુડ સ્ટાર સંજયદત્ત પત્ની માન્યતા સાથે હાજર રહ્યો હતો. તે ઉપરાંત રાજીવ શુક્લા, બીસીસીઆઇનાં સેક્રેટરી અનુરાગ ઠાકુર અને રવીશાસ્ત્રી જેવા ખેલાડીઓ હાજર રહ્યા હતા. આઇપીએલની 9મી સિઝનની પહેલી મેચ 9 એપ્રીલનાં રોજ મુંબઇ ઇન્ડિયન્સ અને પુણે વચ્ચે યોજાશે. પુણેનો કેપ્ટન ધોની છે જ્યારે મુંબઇનો કેપ્ટન રોહિત શર્મા છે.

You might also like