INS ચેન્નાઇનો થયો નૌસેનામાં સમાવેશ

મુંબઇ: રક્ષામંત્રી મનોહર પર્રિકરે આજે નિર્દેશિત મિસાઇલ ડિસ્ટ્રોયર જહાંજ આઇએએસ ચેન્નાઇનો નૌસેનામાં સમાવેશ કર્યો છે. આ કલકત્તા શ્રેણીનું એવું ત્રીજું નિર્દેશિત મિસાઇલ ડિસ્ટ્રોયર છે, જેની ડિઝાઇન સ્વદેશી છે. આ જહાંજનું નિર્માણ મુંબઇના મઝગામ ડોક શિપબિલ્ડર્સ લિમીટેડમાં કરવામાં આવ્યું હતું સાથે પરિયોજના 15એ પૂરી થઇ ગઇ છે, આ પરિયોજના કલકત્તા શ્રેણી ના નિર્દેશિત મિસાઇલ ડિસ્ટ્રોયર બનાવવા માટે હતી. આ પ્રસંગે નૌસેનાના પ્રમુખ એડમિરલ સુનીલ લાંબા પણ હાજર હતાં.

કુલ 164 મીટર લાંબુ આઇએનએસ ચેન્નાઇ ભારતીય નૌસેનાના કાફલામાં સમાવેશ થવનારા એક મોટા ડિસ્ટ્રોયરમાંથી એક છે, આ જહાંજમાં સપાટીથી સપાટી સુધી હિટીંગ કરવામાં સક્ષમ સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલ અને સપાટીથી હવામાં લાંબા અંતર સુધી વાર કરી શકે તેવી બરાક 8 મિસાઇલો લાગેલી છે.

જહાંજમાં લાગેલી પ્રણાલિઓના અતિરિક્ત પરીક્ષણો બાદ એને પશ્વિમના કાફલામાં સમાવેશ કરવામાં આવ્યો છે, આ શ્રેણીનું અંતિમ ડિસ્ટ્રોયર જહાંજ છે. આ શ્રેણીના પહેલા જહાંજનું નામ આઇએનએસ કલકત્તા હતું અને એનું જલાવતરણ 16 ઓગસ્ટ 2014એ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આઇએનએસ કોચિનનું જલાવતરણ 30 સપ્ટેમ્બર 2015માં કરવામાં આવ્યું.

ત્રીજા ડિસ્ટ્રોયરને પશ્વિમી નૌસેના કમાનના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફના સંચાલનાત્મક અને પ્રશાસનિક નિયંત્રણમાં રાખવામાં આવશે.

You might also like