Categories: World

સ્પેનમાં ભારતીય યુવકની હત્યા, ઘરમાં મચી ગયો ખળભળાટ

સ્પેનમાં રહેનાર એક ભારતીય યુવકની તેના રૂમમેટે જ ધારદાર હથિયાર વડે પ્રહાર કરી હત્યા કરી દીધી. મૃતક પંજાબના હોશિયારપુરનો રહેવાસી હતો. તે કામ માટે 12 વર્ષોથી સ્પેનમાં રહેતો હતો. ગત જાન્યુઆરીમાં જ તેના લગ્ન થયા હતા.

હોશિયારપુર જિલ્લાના ગામ ચાંગડમાનો રહેવાસી 30 વર્ષીય સૌરવ ડડવાલ ઘરની પરિસ્થિતિ સુધારવા અને ગરીબી દૂર કરવા માટે 12 વર્ષ પહેલાં સ્પેન જતો રહ્યો હતો. તે ત્યારથી ત્યાં રહીને કામ કરતો હતો. રક્ષાબંધનના દિવસે જ્યારે ભારતમાં તેના ઘરવાળા રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યાં છે. તે દિવસે સૌરવનો કોઇ વાતને લઇને પોતાના રૂમમેટ સાથે વિવાદ થઇ ગયો.

વાત એટલી વધી ગઇ કે રૂમમેટે ધારદાર ચાકૂ વડે હુમલો કરી સૌરવને મોતનો ઘાટ ઉતારી દીધો. આ સંબંધમાં સમાચાર મળતાં જ તેના ઘરે કોહરામ મચી ગયો. ગત જાન્યુઆરીમાં જ તેના લગ્ન થયા હતા. જ્યારે તેના મોતના સમાચાર તેની પત્નીને મળ્યા તો તે કોમામાં જતી રહી. તેને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી છે.

હવે તેના પરિવારે ભારત સરકાર પાસે તેના પાર્થિવ શરીરને સ્વદેશ લાવવાની અરજી કરી છે. અત્યાર સુધી આ મામલે આગળની કોઇ કાર્યવાહીના સમાચાર નથી.

admin

Recent Posts

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 mins ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

4 mins ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

14 mins ago

શિવમ, સોનારિયા આવાસ યોજનાના રિડેવલપમેન્ટ માટે રૂપિયા 145.28 કરોડના ટેન્ડર બહાર પડાયાં

અમદાવાદ: તાજેતરમાં ઓઢવમાં ગરીબ આવાસ યોજના હેઠળ બંધાયેલા શિવમ આવાસ યોજનાના બે બ્લોક અચાનક ધરાશાયી થયા બાદ તંત્ર દ્વારા શહેરભરના…

18 mins ago

અમરાઇવાડીમાં રાતે ઘરમાં ઘૂસીને યુવકની દોરીથી ગળાફાંસો આપી હત્યા

અમદાવાદ: શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણસર હત્યાના બનાવ બની રહ્યા…

23 mins ago

બોલિવૂડમાં નિષ્ફળ જાવ તો ખૂબ જૂતાં પડે છેઃ અર્જુન રામપાલ

છેલ્લાં પાંચ વર્ષમાં 'રોય', 'રોકઓન-૨', 'કહાની-૨' અને 'ડેડી' જેવી નિષ્ફળ ફિલ્મો કરી ચૂકેલ બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ કહે છે કે…

40 mins ago