સુષ્માજી, Please Help me! દુબઇમાં કરાય છે જાનવરો જેવું વર્તન

એક ટ્વિટ કરતાની સાથે જ કોઇ પણને મદદ કરનાર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાસે હવે વધુ એક ભારતીય મહિલાએ મદદ કરવા માટેની અપીલ કરી છે. રૂપિયા કમાવવા માટે અંદાજે પાંચ મહિના પહેલા દુબઇ ગયેલ પંજાબનાં લુધિયાનામાં તાજપુર રોડ પર સ્થિત ઇડબલ્યુએસ કોલોની વિસ્તારમાં રહેનાર 50 વર્ષની કુલદીપ કૌરની હાલત હાલ દુબઇમાં ખૂબ જ ખરાબ અવસ્થામાં છે.

આ વાતની જાણ એ સમયે થઇ કે જ્યારે કેટલાંક દિવસો પહેલાં કુલદીપ કૌરે કોઇ પણ પ્રકારે પોતાનાં પરિવારજનોને વીડિયો મોકલીને સંદેશ મોકલીને પોતાની આપ બીતી સંભળાવી. જ્યારે પરિવારજનોને આ વાતની જાણ થઇ ત્યારે એમણે કુલદીપ કૌર સાથે સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ કોઇ પણ પ્રકારનો સંપર્ક થઇ શક્યો નહીં.

ત્યાર બાદ પરિવારજનોએ સંગરૂરથી આમ આદમી પાર્ટીનાં સાંસદ અને પંજાબ પ્રધાન ભગવંત માન સાથે મુલાકાત કરીને દરેક વાત જણાવી. એમણે એવો વિશ્વાસ દેવડાવ્યો કે એક મહીનાની અંદર એમની માતાને ભારત પરત લાવવામાં આવશે.

પરંતુ કોઇ જ નિરાકરણ ન આવતા પરિવારજનોએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને આ અંગે અપીલ કરી કે એમની માતાને સલામત રીતે દુબઇથી પરત લાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે કુલદીપ કૌરની વહુ પરમજીત કૌરે કહ્યું કે રૂપિયા બનાવવા માટે એમની સાસુ 4 ઓગષ્ટ, 2017નાં રોજ દુબઇ ગઇ હતી. થોડાંક સમય પહેલાં એમની સાસુનો મેસેજ વીડિયો આવ્યો જેમાં એમણે આપ બીતી સંભળાવી. વીડિયો મેસેજ અનુસાર કુલદીપ કૌરને એક શખ્સ પાસે કામ મળી ગયું.

કેટલાંક દિવસો સુધી કામ કરાવ્યા બાદ એમની સાસુને પરેશાન કરવામાં આવી અને જાનવરો જેવો વર્તાવ એમની સાથે કરવામાં આવ્યો. માત્ર એટલું જ નહીં કુલદીપની તબિયત પણ ભારે લથડી ગઇ હતી. દુબઇમાં એમની સાથે ઘણું બધું ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે.

ત્યાર બાદ વીડિયો સંદેશનાં આધારે કુલદીપે સ્થાનીય પોલીસનો સંપર્ક પણ કર્યો પરંતુ એમણે એવું જણાવ્યું કે તેઓ ભારત સરકાર સાથે સંપર્ક કરે જેથી ભારતની સરકાર કંઇક કરી શકે. જેને લઇ હવે પરિવારજનો દ્વારા ભારત સરકારનાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાસે આ અંગે માગ કરવામાં આવી છે કે કુલદીપ કૌરને જલ્દીથી ભારત પરત લાવવામાં આવે.

You might also like