Categories: Sports

યૌન શોષણના દોષી ભારતીય કોચને UAEમાં જેલની સજા

દુબઈઃ સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)માં એક ભારતીય ફૂટબોલ કોચને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કોચ પર ૧૫ વર્ષીય એક ભારતીય છોકરાનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવાયો હતો. છોકરો કોચ પાસે ટ્રેનિંગ માટે આવતો હતો.

‘ખાલીજ ટાઇમ્સ’માં છપાયેલા અહેવાલ અનુસાર આરોપીએ છોકરાની અશ્લીલ તસવીરો સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર શેર કરવાની ધમકી આપીને તેનું યૌન શોષણ કર્યું હતું. કોચ આ છોકરો અને તેના સાથીઓને કોચિંગ આપતો હતો.

કોર્ટે એ છોકરાનું યૌન શોષણ થયું હોવાનું સ્વીકાર્યું હતું અને કોચને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. સજા પૂરી થયા બાદ કોચને યુએઈમાંથી હાંકી કાઢવામાં આવશે. કોચના મોબાઇલ ફોનમાંથી ઘણાં બાળકોની અશ્લીલ તસવીરો પણ મળી આવી હતી. આ તસવીરો દ્વારા કોચ છોકરાઓને બ્લેકમેઇલ કરતો હતો.

Krupa

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago