VIDEO: ભારતીય સેનાએ પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, પોસ્ટને કરી ધ્વસ્ત

શ્રીનગરઃ ભારતીય સેનાએ તંગધાર સેક્ટરમાં નાપાક પાકિસ્તાને કરેલા સીઝફાયરનાં ઉલ્લંઘનનો જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાની પોસ્ટને ધ્વસ્ત કરી નાખી છે. જેનો વીડિયો પણ હાલમાં સામે આવ્યો છે.

LOCથી 500 મીટર અંદર આવેલી પાકિસ્તાની પોસ્ટને ભારતીય સેનાએ ફાયરિંગનો જવાબ આપીને તેને બ્લાસ્ટ કરીને ધ્વસ્ત કરી નાખી છે. ભારતીય સેનાની આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાનાં કેટલાક રેન્જર્સ પણ ઠાર મરાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય સેનાએ નાપાક પાકિસ્તાનને વળતો પ્રત્યુત્તર આપતાં અત્યાર સુધીમાં 22 જેટલાં પાકિસ્તાની રેન્જર્સને ઠાર કરી દીધાં છે.

You might also like