Categories: India Sports

T20: કોહલીની ‘વિરાટ’ ઇનિંગ, ભારતને મળી સેમિફાઇનલની ટિકીટ

મોહાલી: વિરાટ કોહલીની ધમાકેદાર બેટીંગના દમ પર ભારતે મોહાલીના પીસીએ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ ટી20ના એક મહત્વપૂર્ણ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવીને ભારતને વર્લ્ડ ટી20ની સેમીફાઇનલમાં પહોંચાડી દીધું છે. ઓસ્ટ્રેલિયા આપેલા 161 રનના લક્ષ્યનો પીછો કરતાં 19.1 ઓવરમાં જ જીત પ્રાપ્ત કરી લીધી હતી. કોહલીએ 51 બોલમાં 82 રન ફટકાર્યા હતા અને મેચ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

કાંગારૂએ આપેલા 161 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમ તરફથી રોહિત શર્મા અને શિખર ધવન ઓપનિંગમાં ઉતર્યા હતા. શિખર ધવન અને રોહિત શર્માની ઓપનિંગ જોડી વધુ સમયથી મેદાનમાં ટકી શકી નહી. કોલ્ટર નિલે ખ્વાઝાના હાથે કેચ કરાવીને શિખર ધવનને પેવેલિયન ભેગો કરી દિધો હતો. શિખર ધવને 1 સિક્સર અને 1 ચોગ્ગાની મદદથી 12 બોલમાં 13 રન બનાવ્યા હતા.

શિખર ધવનના આઉટ થયા બાદ વિરાટ કોહલી આવ્યો અને રોહિત શર્મા સાથે થોડીવાર ઇનિંગને સંભાળી પરંતુ રોહિત શર્મા જલદી આઉટ થઇ ગયો. રોહિત શર્માઅએ 1 ચોગ્ગાની મદદથી 17 બોલમાં 12 રન બનાવ્યા અને વોટસને તેને આઉટ કરી દીધો. રોહિત શર્માના રૂપમાં ભારતે પોતાની બીજી ગુમાવી દીધી.

રોહિત શર્માના આઉટ થયા બાદ સુરેશ રૈના મેદાનમાં આવ્યો અને 1 ચોગ્ગાની મદદથી 7 બોલમાં 10 રન બનાવીને વોટસને તેને આઉટ કરી દિધો. ઓસ્ટ્રેલિયાને સુરેશ રૈના રૂપમાં ત્રીજી વિકેટ મળી ગઇ.

સુરેશ રૈના બાદ યુવરાજ સિંહ આવ્યો અને 1 સિક્સર અને 1 ચોગ્ગાની મદદથી 18 બોલમાં 21 રન બનાવ્યા અને ફોલ્કનરે વોટસનના હાથમાં કેચ કરાવીને વિકેટ ઝડપી લીધી. ભારતને યુવરાજને રૂપમાં ચોથી વિકેટ ગુમાવી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે મોહાલી રમાઇ રહેલી ટી20 વર્લ્ડકપની મહત્વપૂર્ણ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 160 રન બનાવ્યા હતા. કાંગારૂઓએ આક્રમક શરૂઆત કરી હતી. જો કે થોડીવાર બાદ ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાની ઇનિંગને થોડી ધીમી કરવામાં સફળતા મેળવી લીધી હતી. આ મેચમાં જીત પ્રાપ્ત કરવા માટે ટીમ ઇન્ડીયને 161 રન બનાવવા પડશે.

ટોસ જીત્યા બાદ પહેલાં બેટીંગ કરતાં ઓસ્ટ્રેલિયાઇ ટીમે નિર્ધારિત 20 ઓવરોમાં છ વિકેટના નુકસાને 160 રન બનાવ્યા હતા. પહેલીવાર ટી-20 ખિતાબ જીતવા માતે પ્રયાસરત કાંગારૂઓ માટે ઉસ્માન ખ્વાઝાએ 26, એરોન ફિંચે 43, ગ્લેન મૈક્સવેલે 31 અને શેન વોટસને અણનમ 18 રન બનાવ્યા હતા. પીટર નેવિલે પણ બે બોલમાં એક ચોગ્ગો અને એક સિક્સરની મદદથી અણનમ 10 રન બનાવ્યા હતા.

ભારત માટે હાર્દિક પંડ્યાએ બે વિકેટ ઝડપી હતી જ્યારે આશીષ નહેરા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ અને યુવરાજ સિંહે એક-એક વિકેટ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. આ મેચ બંને ટીમો માટે ખૂબ મહત્વપૂર્ણ છે. જે જીતશે તે 31 માર્ચના રોજ મુંબઇમાં વેસ્ટઇંડીઝ વિરૂદ્ધ સેમીફાઇનલ રમશે અને જે હારશે, તે બહાર ફેંકાઇ જશે.

admin

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

6 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

7 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

7 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

7 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

7 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

7 hours ago