IND vs WI: વેસ્ટ ઇન્ડિંઝના નામે રહ્યો પ્રથમ દિવસ, હોલ્ડર-ચેસ રહ્યાં હિરો

ભારત અને વેસ્ટ ઇન્ડિંઝ વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ મેદાનમાં રમાઇ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમે પ્રથમ દિવસના અંતે 7 વિકેટના નુકસાન પર 295 રન બનાવી લીધા છે. રોસ્ટ ચેસ 98 તેમજ દેવેન્દ્ર બિશૂ 2 રને રમતમાં છે.

વેસ્ટ ઇન્ડિંઝ ટીમનો પ્રથમ દિવસે રકાસ અટાકવવામાં રોસ્ટન ચેજ અને સુકાની જેસન હોલ્ડરનો મહત્વનો ફાળો છે. દિવસના અંતે ચેજ 98 રન બનાવી રમી રહ્યો છે. 174 બોલમાં ચેજે સાત બાઉન્ડ્રી તેમજ એક સિક્સરની મદદથી 98 રન બનાવ્યા છે.

હોલ્ડર સાથે શાનદાર ભાગીદારી નોંધાવતા સાતમી વિકેટ માટે 104 રન જોડ્યા હતા. હોલ્ડરે 52 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ બંને સિવાય હોપે 36 તેમજ શેન ડોવરિચે 30 રનનું યોગદાન કર્યું હતું. ભારત તરફથી કુલદીપ યાદવ અને ઉમેશ યાદવે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી છે.

આર. અશ્વિને એક વિકેટ ઝડપી છે. જ્યારે પ્રથમ ટેસ્ટ રમી રહેલા શાર્દુલ ઠાર 1.4 ઓવર નાંખ્યા બાદ ઇજાગ્રસ્ત બની જતા મેદાનની બહાર જતો રહ્યો હતો. જ્યારે વેસ્ટ ઇન્ડિઝના સુકાની જેસન હોલ્ડરે પ્રથમ ટેસ્ટ મેચમાં ઇજાગ્રસ્ત રહ્યાં બાદ બીજી ટેસ્ટમાં વાપસી કરી હતી.

જેના કારણે કીમો પોલને ટીમમાંથી બહાર જવું પડ્યું હતું. રાજકોટ ટેસ્ટમાં એકતરફી પ્રદર્શન કરનાર ભારતીય ટીમ સીરીઝમાં 1-0થી આગળ છે.

You might also like