INDvsLanka: શ્રીલંકાને જીત માટે 401 રનનો લક્ષ્યાંક આપતું ભારત

નવી દિલ્હીઃ  અહીંના ફિરોજશાહ કોટલા મેદાન ખાતે ભારત-શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચના આજે ચોથા દિવસની રમતના પ્રથમ સેશનમાં જ શ્રીલંકાની ટીમ ૩૭૩ રન બનાવીને ઓલઆઉટ થઈ જતાં ભારતને ૧૬૩ રનની તોતિંગ સરસાઈ પ્રાપ્ત થઈ હતી. આ મહત્ત્વપૂર્ણ સરસાઈ હાંસલ કરીને ટીમ ઇન્ડિયાએ મેચ પર પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે.

ભારતે ત્રીજી ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 7 વિકેટે 536 રન બનાવી ડિકલેર કરી દીધો હતો. ત્યારે બાદ શ્રીલંકાની આખી ટીમ 373 રન બનાવી ઓલાઉટ થઇ જતા ભારતને પ્રથમ ઇનિંગ્સના સ્કોરના સહારે 163 રનની લીડ મળી હતી. બીજી ઇનિંગ્સમાં ભારતે 246 રન બનાવી દાવ ડિકલેર કરતાં ભારતીય ટીમે શ્રીલંકાને જીતવા માટે 410 રનનો વિશાળકાય પહાડ જેવું લક્ષ્યાંક આપ્યું છે.

ગઈ કાલની રમત બંધ રહી ત્યારે શ્રીલંકાનો સ્કોર નવ વિકેટે ૩૫૬ રન હતો. આજે ગઈ કાલના અણનમ બેટ્સમેનો દિનેશ ચાંદિમલ (૧૪૭ રન) અને લક્શન સંદાકન (૦૦)એ શ્રીલંકાનો દાવ આગળ ધપાવ્યો હતો, પરંતુ શ્રીલંકાનો સ્કોર જ્યારે ૩૭૩ રને પહોંચ્યો ત્યારે ઈશાંત શર્મા ત્રાટક્યો હતો.

તેણે એક છેડે અડિખમ બેટિંગ કરી રહેલા શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચાંદિમલને ૧૬૪ રનના અંગત સ્કોર પર શિખર ધવનના હાથમાં ઝિલાવી દીધો હતો. ચાંદિમલે ૩૬૧ બોલનો સામનો કરીને એક છગ્ગો અને ૨૧ ચોગ્ગા ફટકાર્યા હતા. ભારત તરફશી ઈશાંત શર્મા અને આર. અશ્વિને ત્રણ-ત્રણ વિકેટ, જ્યારે મોહંમદ શામી અને જાડેજાએ બે-બે વિકેટ ઝડપી હતી.

ભારત તરફથી બીજા દાવની શરૂઆત મુરલી વિજય અને શિખર ધવને કરી હતી. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ભારતનો સ્કોર વિના વિકેટે ચાર રન છે. મુરલી વિજય ૦૪ રને અને શિખર ધવન ૦૦ રને બેટિંગ કરી રહ્યા છે.

ભારતની સ્થિતિ મજબૂત
ફિરોજશાહ કોટલા પર એમ તો ભારતનું પલડું ભારે રહ્યું છે. કોટલા ખાતે રમાયેલી ૩૩ ટેસ્ટ મેચમાંથી ભારતને ૧૩ ટેસ્ટમાં વિજય મળ્યો છે, જ્યારે છ ટેસ્ટમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. અહીં ૧૪ ટેસ્ટ ડ્રો રહી છે. કેપ્ટન વિરાટ કોહલી માટે પોતાની કરિયરનો ૨૧મો ટેસ્ટ વિજય હાંસલ કરવાનો આ શાનદાર મોકો છે. કદાચ આ ટેસ્ટ ડ્રો જાય તો પણ વર્તમાન ટીમની આ સતત નવમી ટેસ્ટ શ્રેણી જીત હશે. આમ ભારત સામે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સાથે વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરવાની તક છે.

You might also like