Ind Vs SA: ટીમ ઇન્ડીયા મજબૂત સ્થિતિમાં, કોહલી-ધવનનું શાનદાર પ્રદર્શન

ટીમ ઇન્ડીયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છ મેચની વન ડે શ્રેણીની આજે ચોથી વન ડે જહોનિસબર્ગના મેદાનમાં રમાઇ રહી છે. ટીમ ઇન્ડીયાના સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો છે. આફ્રિકા પ્રથમ બોલિંગ કરશે. ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે.

કેદાર જાધવની જગ્યાએ શ્રેયસ અય્યરનો અંતિમ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જીતના અશ્વમેઘ પર સવાર ભારતીય ટીમ આફિકા સામે વન ડે શ્રેણી જીતીને ઇતિહાસ રચવા મેદાન પર ઉતરશે. આ વન ડે શ્રેણીમાં 3-0થી ભારત આગળ છે.

ભારતને આફ્રિકામાં વન ડે શ્રેણી જીતવા માટે એક જ વન ડેમાં જીતની આવશ્યકતા છે. આ અગાઉ 2010-11માં ધોનીની આગેવાનીમાં ભારત 2-1થી આગળ થયું હતું પંતુ શ્રેણીમાં 3-2થી પરાજય થયો હતો.

You might also like