Ind Vs SA : ભારત 209 રનમાં ઓલ આઉટ, પંડયાના શાનદાર 93 રન

આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટેમાં બીજા દિવસે  ભારતના બેટસમેનો નિષ્ફળ રહ્યા છે.  ભારતની ટીમ 209 રનમાં ઓલ આઉટ થઇ જતા આફ્રિકાને 77 રનની લીડ મળી છે. ગઇ કાલની રમતથી આગળ રમતા આજે રોહિત શર્મા 11 રને આઉટ થયા બાદ પુજારા પણ 26 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા.  ભારત તરફથી હાર્દિક પંડયાએ સૌથી વધારે 93 રન બનાવ્યા છે. ભુવનેશ્વર કુમારે-25, સાહા-0, અશ્વિન-12, શમી-4, બુમરાહ-2 રન બનાવ્યા છે.

ભારત અને આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ કેપટાઉન ખાતે રમાઇ રહી છે. ટોસજીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલ દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દિવસે જ 286 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં પ્રથમ દિવસની રમતના અંતે ભારતે 3 વિકેટના નુકસાન પર 41 રન બનાવ્યા હતા.

જ્યારે પ્રથમ દિવસના અંતે ચેતેશ્વર પુજારા 9 અને રોહિત શર્મા ક્રિઝ પર હતા. આજે બીજા દિવસે ભારતે મક્કમ અને ધીમી શરૂઆત કરી છે. ભારતે પ્રથમ દિવસે મુરલી વિજય 1, શિખર ધવન 16 અને સુકાની વિરાટ કોહલી 5 રને પેવેલિયન પરત ફરી ચૂક્યા હતા. ભારત તરફથી સૌથી વધુ વિકેટ ભૂવનેશ્વરકુમારે લીધી હતી. જ્યારે આફ્રિકા તરફથી સૌથી વધારે રન ડિવિલિયર્સે 65 બનાવ્યા હતા.

You might also like