ઇન્દોરમાં અટકશે ભારતની હારનો સિલસિલો?

[:en]Indore : Team India will play Second One Day against South Africa. After winning T-20 series in First One Day match and defeating India in five wickets the confidence of South Africa is on the top. Indian cricket team is under depressions after many defeats. After many criticism Mahendra Singh Dhoni gave chance to Ajinkya and leg spinner Amit Mishra in the First One Day. Rahane scored 60 and Amit Mishra took two wickets giving 47 runs in 10 overs. In this way the two players shown that their preference have been meaningful. Indian cricket fans are losing their mind in the same question that India has never been defeated on Indore’s ground, would it stop this streak today?

Rohit century and defeat relationship

However, the truth is also that a superb knock of 150 runs playing Rohit Sharma and Ajinkya Rahane scored after a set of time could not increase the speed. Later under the increasing depression even Dhoni, Suresh Raina and Binny could not cope with the South Africa’s fast bowler Rabada and spinner Imran Tahir. Rohit Sharma has performed excellence till now. Now is it coincident or what, India lost seven wickets when Rohit Sharma scored 106 run. Later when in first ODI also India was defeated when Rohit scored 150runs inning.

Captain Dhoni’s and Virat Kohil’s batting is very important against South Africa. India will be in big trouble if these two bats won’t work. . There is currently a debate that is taking place vigorously that Virat Kohli should come on third order in batting and Ajinkya Rahane also be third in batting.

Vigorously Batting of South Africa

On the other hand, the South African batting Captain de Villiers, Hashim Amla, Phapha du Plessis and Farhan Behardinani as well as Duminy and Quinton D. Kock are very powerful. In previous match De Villiers played havoc in final over with Indian bowlers. He made his first 50 runs off 54 balls, but then 50 runs in just 19 balls were thrilling for Indian players.[:de]

ઇન્દોરઃ ટીમ ઇન્ડિયા આજે ઇન્દોરમાં દક્ષિણ આફ્રિકા સામે બીજી વન ડે મેચ રમશે. ટી-૨૦ શ્રેણી પોતાના નામે કર્યા બાદ પહેલી વન ડે મેચમાં ભારતને પાંચ વિકેટે હરાવ્યા બાદ દક્ષિણ આફ્રિકાનો આત્મવિશ્વાસ ટોચ પર છે, જ્યારે આટલા બધા પરાજય બાદ ભારતીય ક્રિકેટ ટીમ નિરાશામાં ડૂબેલી છે. ઘણી ટીકાઓ બાદ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ અજિંક્ય રહાણે અને લેગ સ્પિનર અમિત મિશ્રાને પહેલી વન ડેમાં સ્થાન આપ્યું હતું. રહાણેએ ૬૦ રન બનાવ્યા અને અમિત મિશ્રાએ ૧૦ ઓવરમાં ૪૭ રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ રીતે આ બંને ખેલાડીઓ ટીમમાં પોતાની પસંદગીને સાર્થક કરી બતાવી હતી. હવે ભારતીય ક્રિકેટ ચાહકોના મનમાં એક જ સવાલ ઊઠી રહ્યો છે કે આજે ઇન્દોરના જે મેદાન પર ભારત ક્યારેય હાર્યું નથી તે મેદાન પર ભારતની હારનો સિલસિલો થોભશે ખરો?

રોહિતની સદી અને પરાજયનો સંબંધ
આમ છતાં સચ્ચાઈ એ પણ છે કે ૧૫૦ રનની શાનદાર ઇનિંગ્સ રમનારા રોહિત શર્મા અને અજિંક્ય રહાણે એક સમયે સેટ થઈ ગયા બાદ રનની ઝડપ વધારી શક્યા નહોતા. બાદમાં સર્જાયેલા દબાણને કારણે સુરેશ રૈના, ધોની અને બિન્ની પણ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર રબાડા અને સ્પિનર ઇમરાન તાહિરનો સામનો કરી શક્યા નહોતા. અત્યાર સુધી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રોહિત શર્માએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું છે. હવે આને સંયોગ કહો કે ગમે તે, રોહિતે પહેલી ટી-૨૦ મેચમાં ૧૦૬ રન બનાવ્યા ત્યારે ભારત સાત વિકેટે હાર્યું. ત્યાર બાદ પહેલી વન ડેમાં રોહિતે ૧૫૦ રનની ઇનિંગ્સ રમી ત્યારે પણ ભારત હારી ગયું.

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વિરાટ કોહલી અને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની બેટિંગ બહુ અગત્યની છે. જો આ બંનેનું બેટ હવે નહીં ચાલે તો પછી ભારત માટે મોટી મુશ્કેલી ઊભી થશે. હાલમાં એવી બહુ જોરશોરથી ચર્ચા થઈ રહી છે કે વિરાટ કોહલીને નંબર ત્રણ પર બેટિંગમાં ઉતારવો જોઈઅે અને રહાણેને નંબર ત્રણ પર.

દક્ષિણ આફ્રિકાની દમદાર બેટિંગ

બીજી તરફ દક્ષિણ આફ્રિકાની બેટિંગ કેપ્ટન ડિવિલિયર્સ, હાશિમ આમલા, ફાફ ડુ પ્લેસિસ અને ફરહાન બેહાર્ડીનની સાથેસાથે ડુમિની અને ક્વિન્ટન ડી કોકના દમ પર બહુ જ મજબૂત છે. ડિવિલિયર્સે તો ગત મેચમાં અંતિમ ઓવરોમાં ભારતીય બોલર્સનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. તેણે પોતાના પહેલા ૫૦ રન ૫૪ બોલમાં બનાવ્યા હતા, પરંતુ બાદના ૫૦ રન ફક્ત ૧૯ બોલમાં જ ઝૂડી નાખ્યા હતા.

[:]

You might also like