IND v/s SA: કોહલીની 35મી સદીથી ભારતની ભવ્ય જીત, 5-1થી જીતી સિરિઝ

સેંચુરિયન: ઇન્ડીયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે આજે છઠ્ઠી અને અંતિમ મેચ સેન્ચ્યુરિયનમાં રમાઇ રહી હતી. જેમાં કેપ્ટન વિરાટ કોહલીની 35 મી વનડે સદીને કારણે ટીમ ઇન્ડીયાએ સાઉથ આફ્રિકાને છઠ્ઠી વન-ડેમાં 8 વિકેટથી હરાવીને સીરીઝ 5-1થી પોતાનાં નામે કરી લીધી છે.

આજની આ મેચમાં ટીમ ઇન્ડીયાનો ભવ્ય વિજય થયો છે. વિરાટ કોહલીની 35મી સદી સાથે ઇન્ડીયા 5-1થી સાઉથ આફ્રિકાની ધરતી પર ઐતિહાસિક જીત નોંધાવનાર ટીમ બની ગઇ છે. નોંધનીય છે કે ટીમ ઇન્ડીયાએ પહેલેથી જ 4-1થી સીરિઝ પોતાનાં નામે કરી લીધી હતી.

આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરનાર સાઉથ આફ્રિકાની પૂરી ટીમ 46.5 ઓવરમાં 204 રન પર જ ઓલ આઉટ થઇ ગયું હતું. આ સાથે જ વિરાટ કોહલીને 205 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

આ ટાર્ગેટને ધ્યાનમાં રાખીને ટીમ ઇન્ડીયાએ 32.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 206 રન બનાવી લીધા અને સાઉથ આફ્રિકાને 8 વિકેટથી હરાવી દીધું. ટીમ ઇન્ડીયા તરફથી કોહલીએ વન-ડે ક્રિકેટમાં 35મી સદી સાથે ઇન્ડીયાને ભવ્ય જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ સાથે ઇન્ડીયાએ 8 વિકેટથી મેચ જીતી લીધી હતી.

You might also like