INDvsNZ: ટીમ ઇન્ડિયાનો બીજી વન-ડેમાં 6 વિકેટે વિજય

પૂણેઃ આજે બીજી વન-ડે મેચ રમાઇ હતી. જેમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 9 વિકેટે 230 રન બનાવ્યા હતા અને 231 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનાં જવાબમાં ભારતે 46 ઓવરમાં 4 વિકેટે 232 રન બનાવીને જીત મેળવી લીધી છે. આ સાથે જ સિરીઝ પણ 1-1થી સરભર થઈ ગઈ છે.

ભારતીય ટીમ તરફથી કાર્તિકે 55 રને અને શિખર ધવને 68 રને અડધી સદી નોંધાવી હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયા તરફથી ભુવનેશ્વર કુમારે 3 વિકેટ ઝડપી લીધી હતી. તેમજ બુમરાહ અને ચહલે 2-2 અને અક્ષર પટેલ તેમજ હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી લીધી હતી.

You might also like