બાંગ્લાદેશ સામે ભારતનો 6 વિકેટે વિજય, ધવને ફટકારી અડધી સદી

શ્રીલંકામાં રમાઈ રહેલી ત્રિકોણીય ટી20 ક્રિકેટ સિરીઝમાં ભારતે પોતાનો પ્રથમ વિજય હાંસલ કરતાં બાંગ્લાદેશને છ વિકેટથી હરાવ્યું. ભારતે ટોસ જીતીને બાંગ્લાદેશને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

બાંગ્લાદેશનાં 20 ઓવર્સમાં 8 વિકેટે 139 રનનાં પ્રત્યુત્તરમાં ભારતે 18.4 ઓવર્સમાં 6 વિકેટ ગુમાવી ટાર્ગેટ પૂરો કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે શ્રીલંકા સામે પ્રથમ મેચમાં પરાજિત થયા બાદ ભારતે સિરીઝમાં પહેલો વિજય હાંસલ કર્યો હતો.

બાંગ્લાદેશ તરફથી લિટન દાસે 34 અને શબ્બીર રહેમાને 30 રનની ઈનિંગ રમી હતી. 140 રનનાં ટાર્ગેટ સામે રમતા ભારતે 5.1 ઓવર સુધીમાં 40 રનમાં રોહિત શર્મા અને રિશભ પંતની વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ સારું પરફોર્મ ધરાવનાર શિખર ધવને સળંગ બીજી મેચમાં અડધી સદી નોંધાવી હતી.

સુરેશ રૈનાએ પણ 27 બોલમાં 28 રન ફટકાર્યા હતાં. બંનેએ નવ ઓવરમાં 68 રનની ભાગીદારી નોંધાવીને ભારતની ટીમનો વિજય આસાન બનાવી દીધો હતો. ધવને 43 બોલમાં 55 રન કર્યા હતાં. ભારત તરફથી બોલિંગમાં જયદેવ ઉનડકટે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી જ્યારે બેટિંગમાં ફરી એકવાર ધવને(55) અર્ધી સદી ફટકારી હતી.

જયદેવ ઉનડકટે 38 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ટી20 ક્રિકેટમાં ભારત સામે બાંગ્લાદેશનો આ ત્રીજો સૌથી ઓછો સ્કોર હતો. અગાઉ તેઓ 2016માં 121 અને 2014માં ભારત સામે 138 રન કરી શક્યા હતા અને આ બંને મેચ મિરપુર ખાતે રમાઈ હતી.

Dhruv Brahmbhatt

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

4 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

5 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

6 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

6 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

7 hours ago