નિદહાસ ટ્રોફ: બાંગ્લાદેશ સામેની જીત ભારતનું ફાઇનલમાં કરશે સ્થાન નક્કી….

0 17

ભારતીય ટીમ નિદહાસ ટ્રોફી ટી-20 ત્રિકોણીય શ્રેણીમાં આજ બાંગ્લાદેશ સામે મેચ રમશે. ભારત આજે બાંગ્લાદેશ સામેની મેચમાં જીત મેળવશે તો તે ટ્રાઇ સિરિઝની ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી દેશે. ટ્રાઇ સિરિઝની પ્રથમ મેચમાં શ્રીલંકા સામે ભારતને મળેલા પરાજય બાદ રાઉન્ડની અંતિમ મેચમાં બાંગ્લાદેશ સામે ટીમમાં કોઇ ફેરફાર નહી કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 કલાકે શરૂ થશે.

શ્રીલંકા સામે 215 રનના લક્ષ્યનો પીછો કરી જીત મેળવનાર બાંગ્લાદેશની ટીમ જુસ્સાભેરથી મેદાનમાં ઉતરશે. આમ બાંગ્લાદેશ ભારતને પરાજય આપી ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં પોતાની જગ્યા નક્કી કરશે. જો આ મેચમાં ભારતનો પરાજય થાય તો પણ તેના માટે ફાઇનલનો રસ્તો બંધ નહી થાય. જો આમ થાય તો ભારતે રાઉન્ડની અંતિમ શ્રીલંકા-બાંગ્લાદેશના પરિણામ પર નજર રાખવી પડે.

અંતિમ બંને મેચમાં ભારતની સતત જીત બાદ રનરેટ +0.21 થઇ ગયો છે. આ ટૂર્નામેન્ટમાં ભારતે દિગ્ગજ ખેલાડીઓને આરામ આપ્યો છે અને યુવા ખેલાડીઓને તક આપી છે. ભારત માટે સૌથી મોટી ચિંતાન વિષય સુકાની રોહિત શર્માનું ફોર્મ છે. રોહિત શર્માનું ફોર્મ છેલ્લી ઘણી મેચથી કંગાળ રહ્યું છે.

તો બીજ તરફ સુરેશ રૈનાએ સારી શરૂઆત બાદ ઇનિંગ્સને મોટા સ્કોરમાં પરાવર્તિત કરવી પડશે. ભારતીય સુકાની રોહિત શર્મા કેએલ રાહુલને ઓપનિંગમાં મોકલી પોતે ચોથા નંબર પર બેટિંગ માટે આવી શકે છે. ભારતીય બોલિંગમાં શાર્દુલ ઠાકુર અને સ્પિનર વોશિંગટન સુંદરનું પ્રદર્શન સારું રહ્યું છે.

loading...

Leave A Reply

Your email address will not be published.