INDvsAUS: 105 પર ભારત ઓલઆઉટ

પુણેઃ પુણે ખાતે ભારત વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ટેસ્ટ મેચ ચાલી રહી છે. જેના બીજા દિવેસ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ 260 ના સ્કોર પર  સમેટાઇ ગઇ  હતી. જ્યારે ભારત પોતાની પ્રથમ ઇનિંગમાં 105 રન જ બનાવી શકી છે. કેફેએ એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી મેચ બદલી નાખી હતી.

ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ભારતને પ્રથમ ઝટકો મુરલી વિજયના રૂપમાં મળ્યો હતો.  વિજય 10 રને હેઝલવુડની ઓવરમાં વિકેટ કીપર મેથ્યૂ વેડને કેચ આપી બેઠો હતો. ત્યારબાદ ચેતેશ્વર પૂજારા 6 રને સ્ટાર્કની ઓવરમાં મેથ્યૂ વેડને કેચ આપી બેઠો હતો. વિરાટ કોહલીએ પણ 0 રન કર્યા હતા. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ખાતુ ખોલ્યા વગર જ આઉટ થઇ ગયો હતો.

http://sambhaavnews.com/

You might also like