IND vs AUS 3rd ODI: ભારતની 5 વિકેટ સાથે શાનદાર જીત, ODIમાં બન્યું નંબર-1

ઇન્દોર: ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયાની આજની ત્રીજી વન ડે મેચ ઇન્દોરમાં હૉલ્કર સ્ટેડિયમમાં રમાઇ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાનાં 294 રનને પડકારતાં ભારતે આજે ત્રીજી વન-ડે મેચમાં 47.5 ઓવરમાં 5 વિકેટે 294 રન બનાવી લીધાં છે. જેમાં મનિષ પાંડે અને ધોની અણનમ રહ્યાં હતાં. જેમાં 32 બૉલમાં પાંડેએ 36 રન કર્યા અને 6 બૉલમાં 3 રન કર્યા હતાં.

ભારત તરફથી રોહિત શર્મા અને અજિંક્ય રહાણેએ અડધી સદી ફટકારી હતી. જેમાં રોહિત શર્મા 71 રન જ્યારે અજિંક્ય રહાણેએ 70 રન બનાવ્યા હતા. જ્યારે કેદાર જાધવ 2 રને આઉટ થઇ ગયો હતો અને તે પહેલા વિરાટ કોહલી 28 રને આઉટ થઇ ગયો હતો. જ્યારે સૌથી આક્રમક રન સાથે હાર્દિક પંડ્યાની 72 બોલમાં 78 રન સાથે વિકેટ પડી હતી.

ઑસ્ટ્રેલિયાએ આજની ત્રીજી વન ડે મેચમાં પ્રથમ બેટિંગ કરી ભારતને જીતવા માટે 294 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઑસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 6 વિકેટે કુલ 293 રન બનાવ્યા. ભારત તરફથી કુલદીપ યાદવ-બુમરાહને સૌથી વધુ 2-2 જ્યારે ચહલ, હાર્દિકને 1-1 સફળતા મળી હતી. ઑસ્ટ્રેલિયા તરફથી એરોન ફિન્ચે 124 રન બનાવ્યા હતાં જ્યારે સ્ટીવ સ્મિથે 63 રન બનાવ્યા હતાં. પંડ્યાની ઓવરમાં 42 રને વોર્નરની પ્રથમ વિકેટ પડી ગઇ હતી.

પાંચ વન-ડે મેચની શ્રેણીમાં ભારતે પ્રથમ બે વન-ડેમાં જ ઑસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો. પરંતુ ભારત જો આજની મેચ જીતી જશે તો તે સીરીઝ પર કબજો મેળવી લેશે. આ મેચમાં ટીમ ઇન્ડિયા જીત મેળવી લેશે તો વન-ડેમાં પ્રથમ નંબરની ટીમ ઇન્ડિયા બની જશે.

You might also like