IND vs AUS 2nd T20: ઓસ્ટ્રેલિયાએ ભારતને 8 વિકેટે હરાવ્યું

ગુવાહાટી: ઓસ્ટ્રેલિયાએ બીજી ટી-20 મેચમાં ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ભારતે બીજી ટી-20 મેચમાં 119 રનનો પડકાર આપ્યો હતો. ભારત કુલ 118 રન સાથે ઓલ આઉટ થઇ ગયું હતું. જેમાં ઓસ્ટ્રેલિયા તરફથી બેનડોર્ફે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી કેદાર જાધવે સૌથી વધુ 27 રન જ્યારે હાર્દિક પંડ્યાએ 25 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ જવાબમાં 2 વિકેટ ગુમાવી 15.3 ઓવરમાં પડકારને જીતી લીધો. ઓસ્ટ્રેલિયા તરફથી મોઇસેસ હેનરિક્સ 62* રન કર્યા તેમજ ટ્રેવિસ હેડ 48 રને અણનમ રહ્યાં.

ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા તરફથી 2 રને આઉટ થઇ ગયો હતો. ને તેનાં પછી ફિન્ચ 8 રને આઉટ થઇ ગયો હતો.આ સાથે જ ત્રણ મેચની સિરીઝ હવે 1-1થી બરાબર થઇ ગઇ છે અને હવે ત્રીજી અને અંતિમ ટી-20 મેચ હૈદરાબાદમાં 13 ઓક્ટોબરે રમાશે.

You might also like