India vs Afghanistan: ટીમ ઇન્ડીયાની પ્રથમ બેટિંગ, રાહુલ-કાર્તિકનો સમાવેશ

ભારત-અફઘાનિસ્તાન વચ્ચે ઐતિહાસિક ટેસ્ટ મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી ખાતે રમાઇ રહી છે. ભારતે આ ઐતિહાસિક ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો છે. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ પહેલા બોલિંગ કરશે. ટીમ ઇન્ડિયાની અંતિમ ઇલેવનની પસંદગી ઘણી ચોંકાવનારી જોવા મળી છે.

શિખર ધવન અને મુરલી વિજયના ઓપનિંગ કોમ્બિનેશનની જાળવી રાખવામાં આવ્યું છે જ્યારે લોકેશ રાહુલને મિડલ ઓર્ડરમાં તક આપવામાં આવી છે જ્યારે વિકેટકિપર તરીકે દિનેશ કાર્તિકનો ટીમમાં સમાવેશકરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનની ટીમ ટેસ્ટ મેચમાં આજથી ડેબ્યું કરી રહી છે.

આમ અફઘાનિસ્તાનની ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક નવો અધ્યાય શરૂ કરવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનની ટીમને આ ઐતિહાસિક શરૂઆત બદલ અભિનંદન પાઠવ્યા છે અને જીત માટે શુભકામના આપી છે. ભારતીય ટીમના મુખ્ય સુકાની વિરાટ કોહલી આ ટેસ્ટ મેચમાં નથી ત્યારે ભારતીય ટીમનું સુકાની પદ અજિંક્ય રહાણેને સોંપવામાં આવ્યું છે.

You might also like