Categories: Sports

ભારતને જીતવા આઠ વિકેટ, આફ્રિકાને જીતવા ૪૦૯ રનની જરૂર

દિલ્હી: સીરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાએ ચોથા દિવસના અંતે ર વિકેટે ૭ર રન બનાવી લીધા છે. હાશીમ અમલા ર૩ અને ડી વિલિયર્સ ૧૧ રને અણનમ રહ્યાં હતા. ભારતને જીતવા આઠ વિકેટ જ્યારે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે ૪૦૯ રનની જરૂર છે.
આ મેચ ડ્રો જાય તેવી શક્યતા છે. અશ્વિને દક્ષિણ આફ્રિકાના બન્ને ઓપનરોને આઉટ કર્યા હતા. ડીન એલ્ગર 4 રને અશ્વિનની ઓવરમાં રહાણેને કેચ આપી બેઠો હતો ત્યારબાદ બવુમા ૩૪ રને અશ્વિનની ઓવરમાં બોલ્ડ થયો હતો. ભારતે પ વિકેટે ર૬૭ રને દાવ ડિકલેર કર્યો હતો. અજિંક્ય રહાણે ૧૦૦ રન જ્યારે રિદ્ધિમાન સહા ર૩ રન બનાવી અણનમ રહ્યાં હતા. ભારતે આ સાથે જ દક્ષિણ આફ્રિકાને જીતવા જંગી ૪૮૧ રનનો પડકાર આપ્યો હતો.

બન્ને ઇનિંગમાં સદી ફટકારનાર અજિંક્ય રહાણે ભારતનો પાંચમો ખેલાડી બની ગયો છે. આ પહેલા વિજય હઝારે, સુનીલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી આ કારનામું કરી ચુક્યા છે. સુનીલ ગાવસ્કરે ટેસ્ટની બન્ને ઇનિંગમાં ત્રણ વખત જ્યારે રાહુલ દ્રવિડે બે વખત સદી ફટકારી છે. સાઉથ આફ્રિકા તરફથી ઝડપી બોલર મોર્ને મોર્કેલે ત્રણ તથા તાહિરે એક વિકેટ ખેરવી હતી. ભારતે બીજા દાવનો નબળો પ્રારંભ કર્યો હતો અને માત્ર આઠ રનના સ્કોર સુધીમાં ઓપનર મુરલી વિજય (૩) તથા રોહિત શર્મા (૦)ની વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી પણ ૮૮ રન બનાવી આઉટ થયો હતો.

admin

Recent Posts

સુરતમાં દારૂબંધીને લઈ યોજાઇ વિશાળ રેલી, કડક અમલની કરાઇ માંગ

સુરતઃ શહેરમાં દારૂબંધીને લઈને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દારૂનાં કારણે મોતને ભેટેલાં લોકોનાં પરિવારજનો પણ ખૂબ મોટી સંખ્યામાં…

44 mins ago

રાષ્ટ્રપતિનાં હસ્તે વિરાટ કોહલી અને મીરા બાઈ ચાનૂને ખેલ રત્ન એવોર્ડ

જલંધરઃ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહ દરમ્યાન રમત સાથે જોડાયેલ વિશિષ્ટ સમ્માન ખેલ રત્ન…

2 hours ago

રાજકોટઃ લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થતાં ખેડૂતોને રોવા દહાડો

રાજકોટઃ શહેરનાં માર્કેટિંગ યાર્ડમાં લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થયો છે. હાલમાં એક મણ લસણનો ભાવ 20થી 150 સુધી નોંધાયો છે.…

3 hours ago

બુલેટ ટ્રેનઃ PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટનું જાપાની એજન્સીએ અટકાવ્યું ફંડીંગ, લાગી બ્રેક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને એક મોટો ઝટકો લાગ્યો છે. આ પ્રોજેક્ટને લઇ ફંડિંગ કરતી જાપાની કંપની જાપાન…

4 hours ago

વડોદરાઃ પોલીસે કાઢ્યો નવો ટ્રેન્ડ, આરોપીને કૂકડો બનાવતો વીડિયો વાયરલ

વડોદરાઃ શહેર પોલીસે હવે આરોપીઓ સામે લાલ આંખ કરી છે. વડોદરા પોલીસે ખંડણી, હત્યા અને અપહરણ સહિતનાં અનેક ગુનામાં સંડોવાયેલો…

5 hours ago

ભાજપ મહાકુંભથી PM મોદીનો પડકાર,”જેટલો કાદવ ઉછાળશો એટલું કમળ વધારે ખીલશે”

મધ્યપ્રદેશઃ આ વર્ષનાં અંતિમ સમયે ચૂંટણી યોજાવાની છે. ત્યારે એવામાં 15 વર્ષોથી સત્તા પર પગ જમાવેલ ભાજપ સરકાર જ્યાં વિકાસનાં…

5 hours ago